Get The App

ખેડા જિલ્લામાં કોરોના 115 સેમ્પલ લેવાયા : 132 રિઝલ્ટ હજુ પેન્ડિંગ

- કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલા ૧૫ જેટલા વ્યક્તિઓ પૈકી ૭ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Updated: Jun 3rd, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં કોરોના 115 સેમ્પલ લેવાયા : 132 રિઝલ્ટ હજુ પેન્ડિંગ 1 - image


નડિયાદ, તા.3 જૂન 2020, બુધવાર

ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સધન અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે કોરોના ટેસ્ટ માટેના કુલ-૧૧૫ સેમ્પલ લેવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં તંત્રએ કુલ-૩૦૮૭ સેમ્પલ લીધા હતા. જેમાંથી ૨૮૭૮ નેગેટીવ  અને ૧૩૨ વ્યક્તિઓના રીઝલ્ટ પેન્ડીંગ હોવાનું ખેડા જિલ્લા આરોગ્ય શાખાની અખબારી યાદીમાં જણાવાયુ છે.

ખેડા જિલ્લામાં પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા કુલ-૧૫ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.જેમાંથી ૭ સેમ્પલ પોઝીટીવ જાહેર થયા હતા. ૭ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.જ્યારે ૧ વ્યક્તિનું રીઝલ્ટ પેન્ડીંગ છે.જ્યારે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૨૫ દર્દી સારવાર હેઠળ છે.આજે ૧૧ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આવેલ કોરેન્ટાઇનમાં ફેસીલીટી ખાતે ૧ વ્યક્તિને દાખલ કરવામાં આવ્યા છે.જિલ્લામાં કુલ-૧૭ કન્ટેઇમેન્ટ ઝોન છે.જેમાં  ૫૪ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.જેમાં ૧૬૫૮ ઘરો અને ૭૩૩૫ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો.


Tags :