Get The App

કઠલાલના પીઠાઈની સીમમાંથી 11 શખ્સો જુગાર રમતા ઝડપાયા

Updated: Sep 16th, 2024

GS TEAM

Google News
Google News
કઠલાલના પીઠાઈની સીમમાંથી 11 શખ્સો જુગાર રમતા ઝડપાયા 1 - image

- ઈન્ડસ્ટ્રીની બાજુમાં જુગાર રમાતો હતો

- ખેડા એલસીબીએ 13 હજારની રોકડ, બે રિક્ષા સહિત રૂપિયા 1.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કઠલાલ : કઠલાલના પીઠાઈની સીમમાંથી ૧૧ શખ્સો જુગાર રમતા પોલીસના હાથ ઝઢપાઈ ગયા હતા. ખેડા એલસીબીએ રોકડ અને બે રિક્ષા સહિત રૂા. ૧.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

એલસીબી ખેડા પોલીસ ટીમ ગત રોજ સાંજે પેટ્રોલિંગમાં હતી. ત્યારે કઠલાલના પીઠાઈ સીમ વિસ્તારમાં આવેલી પાટીદાર ઇન્ડસ્ટ્રીયલની બાજુમાં કેટલાક ઇસમો ભેગા મળીને જુગાર રમી રહ્યા હતા. જ્યાં પોલીસે દરોડો પાડીને નાસીર અલી સૈયદ, કલ્પેશ જાદવ, ઈસ્માઈલ ભાઈ મન્સૂરી, મહંમદ વસીમ શેખ, સાબીરભાઈ કુરેશી, સિરાજભાઈ વોહરા, મોહમ્મદ અંસારી, મહેબૂબભાઈ ડલ્લા વાડા, કૈયુમ ભાઈ કુરેશી, ફિરોજભાઈ રંગરેઝ અને તાજ મહંમદ શેખ તમામ રહે. અમદાવાદને ઝડપી પાડી દાવ ઉપરથી રૂપિયા ૧૭૦૦ તથા અંગ જડતી માંથી રૂપિયા ૧૧,૧૦૦ તથા બે રિક્ષા મળીને કુલ ૧,૧૨,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલા તમામ ૧૧ જુગારીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.