Get The App

ગોવિંદપુરા અને વાવડી ગામમાં 10 શખ્સ જુગાર રમતા ઝડપાયા

Updated: Sep 9th, 2024

GS TEAM

Google News
Google News
ગોવિંદપુરા અને વાવડી ગામમાં 10 શખ્સ જુગાર રમતા ઝડપાયા 1 - image

- ખેડા ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો

- રાત્રે સીમમાં સ્ટ્રીટ લાઈટ નીચે જુગાર રમાતો હતો : રૂા. 31 હજારની રોકડ જપ્ત

નડિયાદ : ગોવિંદપુરા અને વાવડીમાં રાત્રીના સમયે હાર જીતનો જુગાર રમતા ૧૦ જુગારીઓને રૂપિયા ૩૦,૯૬૦ રોકડ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા ટાઉન પોલીસ શનિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ગોવિંદપુરા સીમમાં બાવરીમાં કેટલાક ઈસમો પોતાના ફાયદા સારું પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. જ્યાં પોલીસે રેડ પાડતા જુગાર રમતા રમેશભાઈ શાંતિલાલ ચુનારા, સંજય કાનજીભાઈ દેવીપુજક, રમેશભાઈ મુકેશભાઈ વાઘેલા, રાકેશ દલપતભાઈ વાઘેલા, મહેન્દ્ર ઠાકરસિંહ ગોહિલ તેમજ પ્રવીણભાઈ જેરામ સંઘાણીને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧૫,૨૭૦ સાથે ઝડપી પાડયા હતા. ઉપરાંત વાવડી ચોરા ફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા લાલજીભાઈ ગોરધનભાઈ પરમાર, દિલીપભાઈ જવાનભાઈ, ભરતભાઈ મનુભાઈ તેમજ ખોડાભાઈ કરસનભાઈ પરમારને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧૫,૬૯૦ સાથે ઝડપી પાડયા હતા. આ બંને બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.