સરસવણીથી ભરકુંડા રોડ પર ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા 1 નું મોત
- અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈકચાલકે સારવાર દરમિયાન દમ તોડયો
નડિયાદ, તા.30 મે 2020, શનિવાર
મહેમદાવાદ તાલુકાના સરસવણીથી ભરકુંડા તરફ જતા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.એક ગાડી ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટ મારતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે.આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાલુકાના મહેમદાવાદ તાલુકાના સરસવણીથી ભરકુંડા તરફ જતા રોડ ઉપર પ્રકાશભાઇ મોટર સાયકલ લઇને જઇ રહ્યા હતા.તે સમયે એક ગાડીના ચાલકે મોટર સાયકલ ચાલક પ્રકાશભાઇ શકરાભાઇ ચૌહાણને અડફેટ મારી હતી.જેથી પ્રકાશભાઇને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી.જેથી પ્રકાશભાઇને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા પ્રકાશભાઇનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે ભરતભાઇ શકરાભાઇ ચૌહાણ રહે,લાલજીપૂરા સરસવણીએ મહેમદાવાદ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.