સલુણ બ્રિજ નીચે ઊભી રહેલી ટ્રક પાછળ આઈસર ઘૂસી જતાં 1 નું મોત
- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર
- હેલિપેડ નજીક બનેલી અકસ્માતની ઘટનામાં એક શખ્સને ગંભીર ઇજાઓ પહોંચી
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે સલુણ ઓવરબ્રીજ નીચે આજે વહેલી સવારે હાઈવે પર સાઈડમાં એક ટ્રક ઉભી હતી. આ ટ્રક પાછળ અન્ય આઈસર ટ્રક ઘૂસી જતા આઇસર ટ્રકના ફુરચેફુરચા ઊડી ગયા હતા. સવારે બનેલા આ અકસ્માતમાં આઈસર ટ્રકનોે ચાલક પૃથ્વીપાલ ચિબાઈ (ઉ. વ. ૩૨ રહે. ઉત્તરપ્રદેશ)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે એક વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. આ અકસ્માતની જાણ હાઈવે પેટ્રોલિંગ ઓથોરિટીને થતાં તેઓએ નડિયાદ પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. ઇજાગ્રસ્તને તુરંત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નડીઆદ ટાઉન પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.