Get The App

ખેડા જિલ્લામાં બે સ્થળે અકસ્માતોની ઘટનાઓમાં 1નું મૃત્યુ, 1 ઈજાગ્રસ્ત

- નવાગામ- પણસોલી વચ્ચે બાઈક સ્લિપ થતા મોત નડિયાદમાં એકને એક્ટિવા અથડાતા ઇજા

Updated: Jun 19th, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં બે સ્થળે અકસ્માતોની ઘટનાઓમાં 1નું મૃત્યુ, 1 ઈજાગ્રસ્ત 1 - image


નડિયાદ, તા.19 જૂન 2020, શુક્રવાર

ખેડા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ ઉપર અકસ્માતો સર્જાયા હતાં. જેમાં પહેલો ગમખ્વાર અકસ્માત નવા ગામથી પણસોલી જતા રબારી લાટ આગળ અને બીજો બનાવ નડિયાદના ન્યુ ગંજબજાર પાસે થયો હતો. બન્ને બનાવોમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ઈજાઓ પહોંચી હતી. બન્ને બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાત ધરી છે.

પહેલો ગમખ્વાર અકસ્માત ખેડાના નવા ગામથી પણસોલી જતા રબારીના લાટ આગળ સર્જાયો હતો. જેમાં વિશાલભાઈ અને તેમના પિતા ઉદેસિંહ મકવાણા મોટરસાયકલ લઈ જઈ રહ્યા હતાં આ સમયે વિશાલભાઈએ બ્રેક મારતા મોટરસાયકલ પલટી ખાઈ ગયુ હતું જેમાં વિશાલભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે મોટરસાયકલ પાછળ બેઠેલ તેમના પિતા ઉદેસિંહ મકવાણાને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વિશાલભાઈ ઉદેસિંહ મકવાણા રહે. પણસોલીએ ખેડા ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

બીજો અકસ્માતનો બનાવ નડિયાદના ન્યુ ગંજબજાર પાસે થયો હતો. જેમાં એક એક્ટીવા ચાલકે પોતાનું એક્ટીવા પૂરઝડપે હંકારી નાસીરભાઈ ગુલાબભાઈ શેખને અડફેટે લીધા હતા. જેથી તેમના શરીરે ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે સોએબ અબ્દુલભાઈ શેખ રહે. આશીયાના સોસાયટી, નડિયાદે નડિયાદ ટાઉન પોલીસ મથકે એક્ટીવા ચાલક વિરૃધ્ધ ફરીયાદ નોંધાવી છે. જ્યારે ખેડા અને નડિયાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Tags :