FOLLOW US

નડિયાદમાં પરિવારના 4 સભ્યોના બેંક ખાતામાંથી બારોબાર 1.52 લાખ રૂપિયા ગઠિયો ઉપાડી ગયો

Updated: Mar 18th, 2023


- સાઇબર ક્રાઇમનો અનોખો કિસ્સો સામે આવ્યો

- ચારેય સભ્યોના બેંક ખાતામાં એક જ મોબાઇલ નંબર લીંક હતો, પોલીસે તપાસ હાથ ધરી

નડિયાદ : નડિયાદ ઇન્દિરા ગાંધી માર્ગ પર આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા એક શાકભાજીના વેપારીના તથા માતા-પિતા અને પત્નીના બેન્ક એકાઉન્ટ માંથી ઓનલાઈન યુપીઆઈ ટ્રાન્જેક્શન કરી કુલ રૂ.૧,૫૨,૩૯૯ કોઈ અજાણ્યા ઈસમે ઓનલાઇન ફ્રોડ કરી ગુનો કર્યો હતો. આ બનાવ સંદર્ભે વેપારીની ફરિયાદના આધારે શહેર પશ્ચિમ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ ઇન્દિરા ગાંધી માર્ગ પર આવેલ ગુરુકૃપા સોસાયટીમાં જૈમીન અશોકભાઈ કા.પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. તે શાકભાજીનો વેપાર કરે છે. તેઓનો નાનો ભાઈ અંકિત છેલ્લા ચાર વર્ષથી લંડન ખાતે રહે છે. તેઓના માતા પિતાનું તથા પત્ની દેવલબેન નું બીઓબી માં બચત ખાતું છે. જૈમીન ભાઈ નું એસ.બી.આઈ માં બચત ખાતું છે. તે પોતાના મોબાઈલમાં એસ.બી.આઇ બેન્ક તથા બી.ઓ.બી ગુગલ પે, પે ટીએમ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ઉપરોક્ત બધાના બેંક ખાતામાં જૈમીનભાઇ નો મોબાઇલ લિંક કરેલ છે. દરમિયાન જૈમીન ભાઈ તા.૨ જી માર્ચના રોજ પોતાનો સ્કૂટર લઈ બજારમાં નીકળ્યા હતા. તે પોતાનું કામ પૂરું કરી ૮ઃ ૩૦ વાગે ઘરે પરત આવ્યા હતા. આ વખતે તેઓના મોબાઇલમાં ટેક્સ મેસેજ પડેલા હતા. તે જોતા તેઓના ખાતામાંથી તથા  પત્ની અને ભાઈના બેન્ક એકાઉન્ટ માંથી યુપીઆઈડી મારફતે પૈસા કપાયેલા નો મેસેજ પડેલ હતા. જેથી જૈમીનભાઇએ એસબીઆઇ બેન્ક ખાતા તથા યુપીઆઇડી કસ્ટમર કેરમાં ફોન કરી બ્લોક કરી દીધેલ બીજા દિવસે બીઓબી ના ખાતા તથા યુપીઆઇડી કસ્ટમર કેર માં ફોન કરી બ્લોક કરી દીધા હતા. 

ત્યારબાદ તેઓ બીઓબી માં જઈ ખાતામાંથી પૈસા કપાઈ ગયા ની જાણ કરતાં બેંકે જણાવેલ કે સાયબર ક્રાઇમ હેલ્પ નં-૧૯૩૦ ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવવાનું જણાવતા જયમીન ભાઈએ સાયબર સેલ માંથી તેઓના પર ફોન આવતા બેંક સ્ટેટમેન્ટ ની નકલો માંગતા વોટ્સએપ નંબર ઉપર મોકલી આપેલ હતી. એસબીઆઇ બેન્ક એકાઉન્ટ માંથી રૂ.૯૦૦, ૧૫૦૦૦, ૨૨૦૦૦, ૯૯૯૯૯, તેમજ તેમના બીઓબી એકાઉન્ટમાંથી ૫૦૦૦, પત્નીના બેંક એકાઉન્ટમાંથી રૂ.૪ હજાર તથા રૂ.૫૦૦ તેમજ નાના ભાઈના બીઓબી બેંક એકાઉન્ટથી રૂ.૫ હાજર મળી કુલ રૂ.૧,૫૨,૩૯૯ કોઈ અજાણ્યા ઈસમે ઓનલાઇન ફ્રોડ કરી છેતરપિંડી કરી હતી. આ બનાવ સંદર્ભે જૈમીન ભાઈ કા.પટેલની ફરિયાદના આધારે શહેર પશ્ચિમ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ છેતરપિંડી નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat
Magazines