Get The App

કુલ 18.50 કરોડના વેરા બોજ સાથે 356 કરોડનું બજેટ સ્થાયી સમિતીમાં રજૂ

- જૂનાગઢ મહાપાલીકાના કમિશનર દ્વારા

- પાણીવેરો 700 માંથી 1500 કરવા તથા રહેણાંક મિલ્કત પર પ્રતિ ચો.મી.ના 22 ના 30તથા બિન રહેણાંક મિલ્કતના 40 ના 50 રૂપીયા કરવા કમિશનરે કરી દરખાસ્ત

Updated: Jan 27th, 2020

GS TEAM

Google News
Google News

- દિવાબતી વેેરો રહેણાંક માટે 175 ના 300 અને કોમર્શિયલ માટે 600ના એક હજાર કરવા ભલામણ

કુલ 18.50 કરોડના વેરા બોજ સાથે 356 કરોડનું બજેટ સ્થાયી સમિતીમાં રજૂ 1 - image

જૂનાગઢ, તા.27 જાન્યુઆરી 2020, સોમવાર

જૂનાગઢ મનપાના કમિશનર દ્વારા આજે ૨૦૨૦-૨૧નું અંદાજ પત્ર સ્થાયી સમિતીમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ઘરવેરો, પાણી વેરો, દિવાબત્તીવેરો વધારવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. આ સુચિત વેરાવધારો મંજૂર થાયતો જૂનાગઢ મનપા વિસ્તારના લોકો પર કુલ ૧૮.૫૦ કરોડનો વેરાબોજ આવે તેમ છે. જૂનાગઢ મહાનગર પાલીકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા આજે ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું ૩૫૬.૬૯ કરોડનું બજેટ સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ દરમ્યાન ૧૧૪.૮૯ કરોડની રેવન્યુ ઉપજ અને ૨૧૪.૪૪ કરોડની કેપિટલ ઉપજ મળી કુલ ૩૫૬.૬૯ કરોડની આવક અંદાજવામાં આવી છે. 

જયારે ૧૧૪.૬૫ કરોડનો રેવન્યુ ખર્ચ તથા ૨૪૧.૩૧ કરોડનો કેપિટલ ખર્ચ મળી કુલ ૩૫૫.૯૬ કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ કરાયો છે. અને વર્ષના અંતે ૭૨.૯૫ લાખની પુરાંત સિલક રહેશે. મહેકમ ખર્ચ ૫૩.૧૫ કરોડ થાય તેવી શકયતા છે. 

જૂનાગઢ મનપા વિસ્તારમાં અંદાજે ૧.૨૦ લાખ રેસીડેન્ટ અને ૩૨ હજાર જેટલી કોમર્શિયલ મળી કુલ ૧.૫૨ લાખ મિલ્કત આવેલી છે.

કમિશનર દ્વારા આજે સ્થાયી સમિતીમાં રજૂ કરાયેલા બજેટમાં રહેણાંક મિલ્કત પર પ્રતિ ચો.મી.ના ૨૨ ના બદલે ૩૦ રૂપીયા તથા બિન રહેણાંક મિલ્કત માટે ૪૦ રૂા.ના બદલે ૫૦ રૂપીયા પ્રતિ ચો.મી. દીઠ વેરો વસુલવા દરખાસ્ત કરાઈ છે. જયારે ખુલ્લા પ્લોટ પર સામાન્ય કરતા ૨૦ ટકા લેખે ચાર્જ વસુલવા તથા ફેકટર એફર, અને એફ-૩માં ૦.૧૦નો વધારો કરવા ભલામણ કરી છે.

ઘરવપરાશનો પાણી વેરો હાલ ૭૦૦ રૂપીયા છે. તે ૧૫૦૦ રૂપીયા કરવા ભલામણ કરાઈ છે.

જયારે દિવાબતી વેરો હાલ રહેણાંક મિલ્કત દીઠ ૧૭૫ રૂપીયા છે. તેના ૩૦૦ રૂપીયા તથા બિન રહેણાંક મિલ્કતના ૬૦૦ રૂપીયા છે. તેના બદલે એક હજાર રૂપીયા કરવા સુચન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત લોકોમાં સુકો.ભીનો કચરો અલગ કરવાની જાગૃતિ માટે સેનીગેશન ફી નક્કી કરાઈ છે. જે સામાન્ય ફી રહેસે. કમિશનરે જણાવ્યું હતું કે, આ ફીથી માત્ર ૨૫.૩૦ હજાર આવક થશે. આ ફી આવક માટે નહીં પરંતુ લોકો જાગૃત થાય તે માટે છે.

આમ કમિશનરે સુચિત વેરા વધારા સાથે સ્થાયી સમિતીમાં ૩૫૬.૬૯ કરોડનું  બજેટ રજૂ કર્યું છે. જો સ્થાયી સમિતી દ્વારા આ સુચવેલા વેરા માન્ય રાખી મંજૂર કરવામાં આવે તો મનપા વિસ્તારના લોકો પર વાર્ષિક કુલ ૧૮.૫૦ કરોડનો કર  બોજ આવે તેમ છે. ત્યારે હવે આગામી ટુંક સમયમાં સ્થાયી સમિતી દ્વારા કમિશનર દ્વારા સુચવેલા વેરામાં શું ફેરફાર કરવામાં આવે છે? તે જોવું રહ્યું. 

વિકાસ કામો અને સુવિધા માટે વેરા વધારો જરૂરી છે : કમિશનર

૨૦૨૦-૨૧ ના બજેટ સ્થાયી સમિતીમાં રજૂ કર્યા બાદ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગો નથી. જે છે તે નાના અને મધ્યમ કદના છે. તેના વેરાની સામાન્ય આવક થાય છે. લકોની સુખાકારી અને વિકાસકામો માટે વેરા વધારવા જરૂરી છે.

જૂનાગઢ મનપાના બજેટમાં ફરી એનાજ એજ મુદા

જૂનાગઢ મનપાના બજેટમાં નરસિંહ સરોવર બ્યુટીફિકેશન, જોષીપરા ઓવરબ્રીજમ્ડમ્પીંગ સ્ટેશનનું કામ જેવી જૂની બાબતોનો ફરી સમાવેશ કરાયો છે. વર્ષોથી દરેક બજેટમાં આ બાબત હોય છે. પરંતુ કોઈ કામ થતું નથી. 

નગરસેવકો - કર્મચારીઓને તાલીમ માટે અધધ ૫૦ લાખની જોગવાઈ

મનપાના સતાધીશો બ જેટમાં શકય તેટલો ખર્ચ ઘટાડવાની વાતો કરે છે. પ રંતુ નગરસેવકો - કર્મચારીઓને તાલીમ માટે ગત વર્ષે જે ૩૫ લાખ રૂપીયાની જોગવાઈ હતી. આ વખતે તેમાં ૧૫ લાખનો વધારો કરી અધધ કહી શકાય તેટલા અડધા કરોડની જોગવાઈ કરી છે. આ બાબત સામે સવાલો ઉઠી રહ્યાં છે.

નવા ફાયર સ્ટેશન બનાવી ફાયર ફાઈટરની ખરીદી થશે

મનપા દ્વારા શહેરના ઝાંઝરડા રોડ અને જી.આઈ.ડી.સી. વિતારમાં નવા ફાયર સ્ટેશન બનાવી ફાયર ફાઈટરની ખરીદી કરાશે. આ બજેટમાં ફાયર સ્ટેશનની જગ્યાની ખરીદી માટેની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ ઝોનમાં શહેરને વહેંચી ત્યાં નવા જનસેવા કેન્દ્ર કાર્યરત કરવા આયોજન કરાયું છે.

સ્વચ્છતાના નામે વાહન ખરીદ કરવા નવ કરોડની જોગવાઈ

મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રાન્ટમાંથી સ્વચ્છતાના નામે ડી.પી.આર. મુજબના વાહન ખરીદવા માટે નવ કરોડનું ભવિષ્યમાં આંધણ કરવાની પણ આ બજેટમાં જોગવાઈ કરાઈ છે.

સ્વીમીંગ પુલના નવિનીકરણ માટે 2.62 કરોડનું થશે પાણી

જૂનાગઢ મનપા સંચાલીત સ્વીમીંગપુલનું નવિનીકરણ કરાશે. જેના માટે ૨.૬૨ કરોડની જોગવાઈ કરાઈ છે. ટાઉનહોલના રિનોવેશનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠયા હતાં. અને તેની જોગવાઈ હતી. તેનાથી વધુ ખર્ચ થયો હતો. આ સ્વીમીંગ પુલના નવિનીકરણના નામે પ્રજાના પૈસાનું પાણી કરવાનું પણ આયોજન કરી દેવાયું છે. 

Tags :