જૂનાગઢ: લોકડાઉન વચ્ચે વતન ન જઈ શકતાં તરૂણે આત્મહત્યા કરી
- વંથલી તાલુકાના કોયલી ગામનો બનાવ, વાહન વ્યવહાર બંધ હોવાથી છોટાઉદેપુરના વતનીએ ગળેફાંસો ખાઈ લીધો
જૂનાગઢ, તા.2 એપ્રિલ 2020 ગુરૂવાર
વંથલી તાલુકાના કોયલી ગામમાં રહેતા શ્રમિક પરિવારના 15 વર્ષીય પુત્ર આકાશ નથુભાઈ ભાભરે તેના વતન છોટાઉદેપુર ન જઈ શકવાને કારણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી તે વતનમાં જવાની હઠ લઈને બેઠો હતો. લોક ડાઉનને કારણે વાહન વ્યવહાર અને ટ્રેન પણ બંધ હોવાથી તે વતન ન જઈ શક્યો એટલે મનમાં લાગી આવ્યું હોવાથી તેણે જીવન ટૂંકાવી લેતાં શ્રમિક પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.