જૂનાગઢમાં આજે મેરેથોન દોડ તથા રન ફોર ક્લિનમાં નવેક હજાર લોકો જોડાશે
- વહેલી સવારે કડકડતી ઠંડીમાં દોડશે જૂનાગઢ
- જૂનાગઢ ઉપરાંત જિલ્લાના તેમજ રાજસ્થાન હરિયાણા સહિતના અન્ય રાજયોના યુવકો પણ લેશે ભાગ, સાત હાઈડ્રેશન પોઈન્ટ ઉભા કરાયા, નવ મેડિકલ ટીમ રહેશે રૂટ પર
જૂનાગઢ, તા. 01 ફેબ્રુઆરી 2020, શનિવાર
જૂનાગઢ મનપા દ્વારા આવતીકાલે તા. ૨નાં રવિવારે વહેલી સવારે કડકડતી ઠંડીમાં ભવનાથ તળેટી ખાતેથી મેરેથોન દોડ તતા રન ફોર કલીન યોજાશે. જેમાં જૂનાગઢ શહેર જિલ્લા ઉપરાંત હરિયાણા રાજસ્થાનના યુવકોએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આવતીકાલે નવેક હજાર લોકો આ મેરેથોન દોડ તથા રન ફોર કલીનમાં જોડાશએ.
જૂનાગઢ મહાપાલીકા દ્વારા આવતીકાલે તા.૨ ફેબ૩ુ.ના રવિવારે ભવનાથ તળેટી ખાતેથી મેરેથોન દોડ તથા રન ફોર કલીન યોજાશે. મેરેથોન દોડ ચાર કેટેગરીમાં યોજાશે. જેમાં વહેલી સવારે પાંચ વાગયે ભવનાથમાં આવેલા જિ.પં. ગેસ્ટ હાઉસ સામેના ગ્રાઉનાડ ખાતે ભાગ લેનારા લોકોએ રિપોર્ટીંગ કરવાનું રહેસે.
૨૧ કિ.મી. મેરેથોન દોડમાં ૮૦૦થી વધુ વ્યકત્તિઓનું રજીસ્ટ્રેશન થયું છે. આ રૂટ ભવનાથ જિ.પં. ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ ગિરનાર દરવાજા, સરદાર ચોક, કોલેજ રોડ, મોતી બાગ થઈ મધુરમ અને ત્યાંથી પરત મોતીબાગ, સરદારબાગ, તળાવદરવાજા, મજેવડી દરવાજા થઈ પરત ભવનાથ સુધી રહેશે.
૧૦ કિ.મી. મેરેથોન રૂટ ભવનાથથી મજેવડી દરવાજા અને પરત ભવનાથ તળેટી સુધી જયારે પાંચ કિ.મી. મેરેથોન દોડ ભવનાથથી ગિરનાર દરવાજા અને ત્યાંથી પરત ભવનાથ તળેટી તથા એક કિ.મી. મેરેથોન ભવનાથથી દત ચોક થઈ પરત જિ.પં. ગેસ્ટ હાઉસ સામેના ગ્રાઉન્ડ સુધી રહેશે.
મેરેથોન દોડ તથા રન ફોર કલીન માટે જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના તેમજ અન્ય શહેરના તથા હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજયોના મળી કુલ નવેક હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હવે આવતીકાલે વહેલી સવારે કડકડતી ઠંડીમાં કેટલા લોકો જોડાય છે? તે જોવું રહ્યું.
મેરેથોન દોડના રૂટ પર સાત સ્થળે હાઈડ્રેશન પોઈન્ટ ઉભા કરાયા છે. તેમજ નવ જેટલી મેડીકલ ટીમ તથા પોલીસ બંદોબસ્ત રહેશે.
મેરેથોન રૂટ પર રસ્તાની એક તરફ વાહન વ્યવહાર બંધ રહેસે. આજે રૂટ પર સફાઈ કરવામાં આવીહતી. તેમજ ફુટપાથ પરથી લારી ગલ્લાને હટાવવામાં આવ્યા હતાં.
રિપોર્ટીંગ અને ડિપોઝીટ પરત લેવામાં અવ્યવસ્થા થવાની શકયતા
વહેલી સવારે પાંચ વાગ્યે ભવનાથ ખાતે મેરેથો નદોડ તથા રન ફોર કલીન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. આ સમયે તથા મેરેથોન પૂર્ણ થયા બાદ બેસ આપી ડિપોઝીટ પરત મેળવી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયે અવ્યવસ્થા થાય તેવી શકયતા છે.
મેરેથોનના ટીશર્ટ વેંચી નાંખતો શિક્ષક ઝડપાયો
ગઈકાલથી વિવેકાનંદ શાળાના ગ્રાઉન્ડ ખાતેથી મેરેથોનના ટી-શર્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે ટીસર્ટ વિતરણ બાદ તે ઘટયા હતા આથી આજે મનપાના સ્ટાફે વોચ ગોઠવ ીહતી. અને એક શિક્ષકને ટીસર્ટ વેંચતા ઝડપી લીધો હતો. નોકરિયાત હોવાથી તેની સામે કાર્યવાહી કરવાનું માંડી વાળવામાં આવ્યું હતું.