Get The App

સોરઠના 16 જળાશયોમાં આવ્યા નીર, ઓઝત-2 ડેમના છ દરવાજા ખોલાયા

- ઓઝત-ઉબેણ સહિતની નદીઓમાં આવ્યુ પુર

- ઉબેણ ડેમમાં આઠ ફુટ તો જૂનાગઢને પાણી પુરૂ પાડતા હસ્નાપુર ડેમમાં 5 ફુટથી વધુ પાણીની આવક

Updated: Aug 10th, 2019

GS TEAM

Google News
Google News
સોરઠના 16 જળાશયોમાં આવ્યા નીર, ઓઝત-2 ડેમના છ દરવાજા ખોલાયા 1 - image


જૂનાગઢ, તા. 10 ઓગસ્ટ 2019, શનિવાર

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે રાત્રીથી વરસાદ વરસી રહ્યો છે. જેથી ઓઝત-ઉબેણ સહિતની નદીઓમાં પૂર આવ્યું હતું. આજે સોરઠના જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. જ્યારે ઓઝત-૨ ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ૧૮૭૭૨ ક્યુસેક આ ઉટફ્લો થતો હતો. આ દરવાજા ખોલાતા જૂનાગઢ, વંથલી તથા મેંદરડા તાલુકાના ૧૦ જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા. જ્યારે ઓઝત વિયર વંથલી તથા શાપર ડેમના દરવાજા ખુલ્લા છે. આથી આ પાણી પણ ઓઝત નદીમાં વહ્યું હતું.

જ્યારે જૂનાગઢને પાણી પુરૂ પાડતા હસ્નાપુર ડેમમાં ૫ ફુટથી વધુ નવા નીરની આવક થઈ હતી. જ્યારે ઉબેણ ડેમમાં ૮.૬૧ ફુટ નવું પાણી આવ્યું હતું. આમ જળાશયોમાં પાણીની આવક થતા લોકોમાં ખુશી છવાઈ હતી.

Tags :