જૂનાગઢમાં સામાન્ય બાબતની બોલાચાલીમાં યુવાનની હત્યા
- ઘર પાસેથી પસાર થવા મુદ્દે થયો હતો ડખ્ખો
- યુવાનને ગંભીર ઈજા થતા સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો જયાં સારવાર દરમ્યાન થયું મોત
જૂનાગઢ,તા. 23 નવેમ્બર 2019, શનિવાર
જૂનાગઢના સક્કરબાગનજીક ગત રાત્રે એક યુવાનને સામાન્ય બોલાચાલીમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો. જયાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ અંગે ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના સક્કરબાગ નજીક રહેતો ઈકબાલ ઉર્ફે ઈસા નૂરમહમદ ઠેબા ગત રાત્રીનાં સાડા આઠ વાગ્યે સોસાયટીમાં ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે તેને તે વિસ્તારમાં મહિલાઓ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે શોભાબેનના પુત્રએ ઈકબાલ ઉર્ફે ઈસા નરમહમદ ઠેબાને માર માર્યો હતો. જેમાં ઈકબાલ ઉર્ફે ઈસાને માથામાં તથા શરીરનાં અન્ય ભાગ પર ગંભીર ઈજા થતા તેને સિવીલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. જયાં આજે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું અને બ નાવ હત્યામાં પલ્ટાયો હતો.
આ અંગે મૃતકના પાલક પિતા ઈમ્તીયાઝ અબ્દુલ ભાઈ શેખે શોભાબેનના પુત્ર સામે ફરિયાદ કરતા એ.ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ અંગે એ.ડિવિઝન પીઆઈ.કે.કે. ઝાલાએ જણાવ્યું હતું કે, ઈકબાલ ઉરફે ઈસા ઠેબા ઘર પાસેથી પસાર થયો ત્યારે ડખ્ખો થયો હતો. ત્યારે તેને માર મારતા તેનું સારવાર દરમ્યાન મોત થતા હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.