Get The App

તાલાલામાં ત્રણ વર્ષનો સૌથી વધુ ચાલુ ચોમાસે 47 ઇંચ વરસાદ

- સન 2017-18માં વરસી હતી 44.45 ઇંચ મેઘસવારી

- ધીંગી મેઘકૃપાથી હિરણ અને સરસ્વતી નદી સહિતના જળાશયો જળતરબોળઃ કમલેશ્વર ડેમ પણ છલોછલ થવાની તૈયારી

Updated: Sep 8th, 2019

GS TEAM

Google News
Google News
તાલાલામાં ત્રણ વર્ષનો સૌથી વધુ ચાલુ ચોમાસે 47 ઇંચ વરસાદ 1 - image


તાલાલા ગીર,તા. 8 સપ્ટેમ્બર 2019, રવિવાર

તાલાલા પંથકમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મનમુકીને વરસી  રહ્યા હોય, છેલ્લા ત્રણ વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તાલાલા પંથકમાં શનિવારે ત્રણ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે રવિવારે વધુ ૪૦ મી.મી. વરસાદ સાથે તાલાલા પંથકનો મોસમનો કુલ વરસાદ ૧૧૭૩ મી.મી. (૪૭ ઇંચ) થયો છે.

તાલાલા મામલતદાર કચેરીમાંથી પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે, તાલાલા પંથકમાં સને ૨૦૧૪૭માં મોસમનો કુલ વરસાદ ૧૨૦૧ મીમી અને ૨૦૧૮માં ૧૧૬ મીમી થયો હતો. આ વર્ષે આજ સુધી નોંધાયેલ ૧૧૭૩ મીમી વરસાદ છેલ્લા ત્રણ વર્ષનો સૌૈથી વધુ છે. તાલાલામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલ વરસાદ તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી શહેર કરતા અનેક ગણો વધારે પડે છે. પરીણામે તાલાલા પંથક આખો જળબંબાકાર થઈ ગયો છે.

તાલાલા પંથકના પ્રામા વિસ્તાર તથા ગીરના જંગલમાં પડી રહેલ અવિરત વરસાદથી તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદીમાં છેલ્લા ત્રણ દિવસથી બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત માધુપુર ગીરમાંથી પસાર થતી સરસ્વતી નદી સહિત તાલાલા પંથકના તમામ ગામોની નાની - મોટી તમામ નદીઓ છેલ્લા વોંકળામાં ભારે પુર આવતા બે કાંઠે વહી રહ્યા છે.

ગીરના જંગલમાં અવિરત વરસાદથી તાલાલા પંથકની જીવાદોરી સમાન જંગલમાં આળેલ કમલેશ્વર ડેમ છલકાવવાની તૈયારીમાં છે. તાલાલાની સિંચાઈ કચેરીના જણાવ્યા પ્રમાણેે કમલેશ્વર ડેમ ૯૫ ટકા ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની આવક પણ ચાલુ હોય ડેમ ગમે ત્યારે ઓવરફલો થશે. તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ છલકાઈ જવાના સમાચારથી તાલાલા પંથકમાં સર્વત્ર આનંદ છવાયો છે.

Tags :