Get The App

સૌથી વધુ મેંદરડામાં 16 ઈંચ, ઓછો માણાવદરમાં 7.28 ઈંચ

- જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં

- જૂનાગઢ શહેરમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 10.84 ઈંચ, હજુ સુધી જિલ્લામાં સરેરાશ 30 ટકા જ વરસાદ થયો

Updated: Jul 26th, 2019

GS TEAM

Google News
Google News
સૌથી વધુ મેંદરડામાં 16 ઈંચ, ઓછો માણાવદરમાં 7.28 ઈંચ 1 - image


જૂનાગઢ, તા. 26 જુલાઈ 2019, શુક્રવાર   

જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ચોમાસાન સિઝન દરમ્યાન ૩૦ ટકા જેટલો જ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ મેંદરડામાં કુલ ૧૬ ઈંચ જ્યારે સૌથી ઓછો માણાવદર પંથકમાં માત્ર ૭.૨૮ ઈંચ વરસાદ જ થયો છે. જ્યારે જૂનાગઢમાં હજુ સુધી માત્ર ૧૦.૮૪ ઈંચ જ વરસાદ થયો છે.

જૂનાગઢ જિલ્લામાં ગત જૂન માસમાં વાયુ વાવાઝોડા વખતે વાવણી લાયક વરસાદ પડયો હતો. પરંતુ ત્યારબાદ મેઘરાજા ગાયબ થઈ ગયા હતા. છેલ્લા એક સપ્તાહથી જૂનાગઢ જિલ્લામાં ફરી મેઘરાજાની પધરામણી થઈ છે અને મુરઝાતી મોલાતને હાલ પુરતુ જીવતદાન મળ્યું છે.

આ વખતે વરસાદ મોડો અને ઓછો પણ છે. અત્યાર સુધીમાં ચોમાસાની આ સિઝન દરમ્યાન જિલ્લામાં સૌથી વધુ મેંદરડામાં ૧૬ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો માણાવદરમાં માત્ર ૭.૨૮ ઈંચ જ વરસાદ પડયો છે. જેને લઈને ચિંતા વ્યાપી છે. જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ કુલ ૩૦.૬૫ ટકા જ વરસાદ જ વરસ્યો છે. જુલાઈ માસના અંતિમ સપ્તાહ સુધીમાં ૩૦ ટકા જ વરસાદ થયો છે. હાલ માત્ર ઝાપટા જ વરસી રહ્યા છે. મોટાભાગના જળાશયો ખાલી છે, ત્યારે ઓછા વરસાદને લઈને લોકોના ચિંતા વ્યાપી છે ત્યારે હવે મેઘરાજા મન મુકીને વરસે એવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં સરેરાશ વરસાદ અને થયેલો વરસાદ

તાલુકો
સરેરાશ અપેક્ષિત વરસાદ (મી.મી)
અત્યાર સુધીમાં થયેલો વરસાદ
ટકાવારી

કેશોદ

૮૪૦

૨૧૯

૨૬.૦૭

જૂનાગઢ

૯૪૧

૨૭૧

૨૮.૮૦

ભેંસાણ

૬૬૩

૧૮૮

૨૮.૩૬

મેંદરડા

૯૧૨

૩૯૭

૪૩.૫૩

માંગરોળ

૮૬૧

૨૨૨

૨૫.૭૮

માણાવદર

૭૯૦

૧૮૨

૨૩.૦૪

માળીયા હા.

૯૬૮

૩૦૪

૩૧.૪૦

વંથલી

૮૯૫

૨૯૯

૩૩.૪૧

વિસાવદર

૧૦૧૪

૩૭૮

૩૭.૨૮

કુલ

૨૬૮૨

૨૭૩.૧૦

૩૦.૬૫

Tags :