ગિરનાર સાધના આશ્રમના સ્થાપક સંત પુનિતાચાર્યજી દતશરણ પામ્યા
- 'હરી ઓમ તત્સત જય ગુરુદત'મંત્રના પ્રણેતા
જૂનાગઢ : જૂનાગઢનાં ભવનાથમાં આવેલા ગિરનાર સાધના આશ્રમના સ્થાપક અને હરિઓમ તત્સત,જય ગુરુદત્તના પ્રણેતા સંત પુનિતાચાર્યજીએ આજે શરીર છોડી દત શરણ પામ્યા હતા.આ સમાચારથી વિશાળ અનુયાયી વર્ગમાં ગમગીની છવાઈ હતી. આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી પાથવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને તા. 11ના સવારે મુખાગ્નિથી પંચ મહાભૂતમાં વિલીન થશે.
આજે સાંજ સુધી પાથવદેહને અંતિમદર્શન માટે રાખવામાં આવ્યા બાદ કાલે સવારે 10 વાગ્યે મુખાગ્નિ આપવામાં આવશે
ભવનાથ ક્ષેત્રમાં આવેલા ગિરનાર સાધના આશ્રમન સ્થાપક અને હરિઓમ તત્સત જય ગુરૂદત મંત્રના પ્રણેતા સંત પુનિતાચાર્યજીએ પાંચેક દાયકા સુધી ગિરનાર સાધના આશ્રમ ખાતે તપશ્ચર્યા કરી હતી.તેઓએ હિમાલયની કંદરાઓમાં ભ્રમણ કર્યું હતું.તેઓને સાધના દરમ્યાન અનેક અનુભુતી થઈ હતી.કાશીના ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત્કાર બાદ તેઓ ગિરનાર આવી ગુફામાં તપશ્ચર્યા કરી હતી.તેઓને 15 નવે. 1975માં ગુરૂ દત્તાત્રેયનો સાક્ષાત્કાર થયો હતો.એ સાથે જ તેમણે હરિઓમ તત્સત જય ગુરુદત્ત મંત્ર આપ્યો હતો. અને સમગ્ર વિશ્વમાં ગુંજી ઉઠયો હતો.
આજે વહેલી સવારે પુનિતાચાર્યજી શરીર ત્યાગ કરી દતશરણ પામ્યા હતા.અને દેશ વિદેશમાં મોટી સંખ્યામાં અનુયાયીઓના શોક વ્યાપી ગયો હતો. આ સમાચાર મળતા જ અનુયાયીઓ અંતિમ દર્શન માટે આશ્રમ ખાતે પહોંચ્યા હતા. આવતીકાલે તા.10ના સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી પુનિતાચાર્યજીના પાથવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.તેમજ તા. 11 ના સવારે 10 વાગ્યે મુખાગ્નિ આપવામાં આવશે.જયારે તા. 12ના સાંજે 4 થી 6 દરમ્યાન આશ્રમ પરિસર ખાતે પ્રાર્થનસભા યોજાશે.