Get The App

દરિયાઈ પટ્ટીના લેન્ડીંગ પોઈન્ટ પર પોલીસ, SRP કમાન્ડો તૈનાત

- હાઈ એલર્ટને પગલે જૂનાગઢ જિલ્લામાં ખાસ ચેકિંગ

- જૂનાગઢ શહેર તથા સાસણમાં આવેલા હોટલ, રિસોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ હાઈવે પર તપાસ

Updated: Aug 20th, 2019

GS TEAM

Google News
Google News
દરિયાઈ પટ્ટીના લેન્ડીંગ પોઈન્ટ પર પોલીસ, SRP કમાન્ડો તૈનાત 1 - image


જૂનાગઢ, તા. 20 ઓગસ્ટ 2019, મંગળવાર

ગુજરાતમાં હાઈ એલર્ટના પગલે જૂનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે દરિયાઈ પટ્ટીના લેન્ડીંગ પોઈન્ટ પર સ્થાનિક પોલીસ તથા હથિયારધારી એસઆરપી કમાન્ડો તૈનાત કરી દેવાયા છે. તેમજ હાઈવે પરની તમામ ચેકપોસ્ટ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, હોટલ, રેસ્ટોરન્ટમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં આતંકવાદીઓની ઘુષણખોરીને લઈને આઈ.બી. દ્વારા ઈનપુટ આપવામાં આવ્યા છે અને પોલીસ હાઈ એલર્ટ છે. જૂનાગઢ રેન્જ આઈ.જી. સુભાષ ત્રિવેદી તથા એસ.પી. સૌરભસિંહે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા તથા બહારથી આવતા વાહનોના ચેકિંગનો આદેશ આપ્યો છે. જેના અનુસંધાને જૂનાગઢના સાંકળીધાર, ધોરાજી ચોકડી, વિસાવદરની બોર્ડર, ગડુ શેરબાગ, માંગરોળ, માણાવદર સહિતના સ્થળોએ ચેક પોસ્ટ પર પોલીસ- હોમગાર્ડના જવાનો છે. ઉપરાંત ઓટોમેટીક હથિયારધારી જવાનોને પણ તૈનાત કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

માંગરોળ સહિતની દરિયાઈ પટ્ટી પરના લેન્ડીંગ પોઈન્ટ પર એક હથિયારધારી એસઆરપી કમાન્ડોની કંપની તૈનાત કરી છે અને માંગરોળ એએસપી રવિ તેજા તથા એસપીએ માછીમારો સાથે મિટીંગ કરી શંકાસ્પદ પ્રવૃતિ જણાઈ આવ્યે તુરત પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. જૂનાગઢના રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ, હોટલ, રેસ્ટોરન્ટ તથા સાસણના હોટલ રેસ્ટોરન્ટ, ભવનાથમાં આવેલા મંદિર ખાતે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું ડીવાય.એસ.પી. પી.જી. જાડેજાએ જણાવ્યું હતું.

Tags :