Gujarat

કોરોનાનું સંક્રમણ રોકવા લોકોએ હવે જ સ્વયંશિસ્ત રાખવાની જરૂર

By GS Team
12 Jul 20202 mins read
This article was originally published on 12 Jul 2020
કોરોનાનું સંક્રમણ રોકવા લોકોએ હવે જ સ્વયંશિસ્ત રાખવાની જરૂર

જૂનાગઢ, તા. 12 જુલાઈ, 2020, રવિવાર

જુનાગઢ શહેર તથા જિલ્લાભરમાં કોરોનાના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. ત્યારે લોકડાઉનની ખરી જરૂરીયાત હવે છે. પરંતુ સરકાર હવે લોકડાઉન કરવાની નથી. આથી કોલોનાના વધતા જતા સંક્રમણથી હવે લોકોએ જ સ્વયં શિસ્ત રાખી જાતે જ કાળજી રાખવી પડશે. અને પોતાને તથા પોતાના પરિવારને કોરોનાથી બચાવવા પડશે.

કોરોના વાઇરસના કારણે જ્યારે લોકડાઉન થયુ ત્યારે જુનાગઢ જિલ્લામાં કોરોનાના એક પણ કેસ ન હતો. ત્યારે નિયમોનું કડકાઈથી પાલન થયું હતું. પરંતુ અનલોક થયા બાદ જુનાગઢ જિલ્લામાં કોરોનાના કેસનો પગપેસારો વધ્યો છે. તાજેતરમાં તો રોજ શહેર તથા જિલ્લામાં બે આંકડામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે વધતા જતા કોરોનાના સંક્રમણની ચિંતા કરવાના બદલે લોકોએ જ હવે સ્વયંશિસ્ત રાખી લોકડાઉન વખતે મંત્ર અને સરકારે જે સુચનો કર્યા હતા તેનું પાલન જાતે જ કરવું પડશે.

હાલ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાછે આ સ્થિતિમાં લોકડાઉનની જરૂરીયાત છે. પરંતુ સરકાર હવે લોકડાઉન કરવા ઇન્કાર કરી કોરોનાની સાથે જ જીવતા શિખવું પડશે તેમ કહે છે. આથી લોકોએ હવે જ ધ્યન રાખવાની જરૂરી છે  અને કારણ વિના ઘર બહાર ન નીકળવું, અને નિકળવું પડે તો માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો સહિતની બાબતોની કાળજી રાખવી. આ ઉપરાંત જાહેર સ્થળો તતા બજારમાં સોશીયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આમ કોરોનાની ચિંતા કરવા કરતા આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો કોરોના સાથે રહી શકાશે. નહિંતર વધુ ગંભીર સ્થિતિ થાય તેવી ભીતી સર્જાઈ છે.