ટ્રકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધાં, પતિનું ઘટના સ્થળે જ મોત
અમદાવાદ, તા. 19 જાન્યુઆરી 2020, રવિવાર
જુનાગઢમાં પુર ઝડપે આવતા ટ્રકે અચાનક બાઈક સવાર દંપતીને અડફેટે લેતાં ઘટના સ્થળે જ પતિનું મોત થયું છે. અકસ્માતના લીધે રસ્તા પર વાહનોની લાંબી લાઈને લાગી હતી. જ્યારે તેવો આરોપ લાગ્યો છે કે, તંત્રીની બેદરકારીના કારણે યુવકનો ભોગ લેવાયો છે. કલેક્ટરના જાહેરનામાં છતાં ભારે વાહનો શહેરમાં પ્રવેશે છે તેમ છતાં કોઈ એક્શન લેવામાં આવતું નથી.
નોંધનીય છે કે, ગઈકાલ મોડી રાત્રે પણ અમદાવાદ-લીંબડી હાઇવે પર દેવપરા ગામના પાટિયા નજીક કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં સોમનાથ દર્શને જઈ રહેલો અમદાવાદના એક પરિવારની કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર અમદાવાદના પરિવારના પાંચ સભ્યો તો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.