વિસાવદર: શોભાવડલા ગામે બીડી-તમાકુ ન મળતા ગેસ અને બેચેનીથી કંટાળી વૃદ્ધનો આપઘાત
- ઝેરી દવા પી લેતા સારવાર પૂર્વે થયું મોત- ઝેરી દવા પી લેતા સારવાર પૂર્વે થયું મોત
જુનાગઢ તા. 03 મે 2020, રવિવાર
વિસાવદર તાલુકાના શોભાવડલા ગામમાં રહેતા સામતભાઈ બેચરભાઈ બાલસરા (ઉંમર વર્ષ.60) ને તમાકુને વ્યસન હતું પરંતુ તાજેતરમાં ચાલી રહેલા lockdown ના લીધે બીડી તમાકુ ન મળતા તેઓને ગેસની તકલીફ થઈ ગઈ હતી.
તેથી તેઓએ ગેસની તકલીફ અને બેચેની ના કારણે ઝેરી દવા પી લેતાં તેને ગંભીર હાલતમાં વિસાવદર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરેલા હતા. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.