Get The App

જૂનાગઢઃ બે વર્ષ બાદ આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ, બસોની સંખ્યા વધારાઈ

Updated: Feb 25th, 2022

GS TEAM

Google News
Google News
જૂનાગઢઃ બે વર્ષ બાદ આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ, બસોની સંખ્યા વધારાઈ 1 - image

જૂનાગઢ, તા. 25 ફેબ્રુઆરી, 2022

જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રીના 5 દિવસ સુધી ચાલનારા મેળાનો પ્રારંભ થયો છે. જૂનાગઢમાં 2 વર્ષ બાદ મહાશિવરાત્રીનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં શિવભક્તો મેળામાં હાજર રહે તેવી શક્યતા છે. આ કારણે વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે બસની સંખ્યા પણ વધારવામાં આવી છે. 

જૂનાગઢમાં 2 વર્ષ બાદ મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. શ્રદ્ધાળુઓને જૂનાગઢ બસ સ્ટોપથી ભવનાથ સુધી લાવવા, લઈ જવા માટે 50 મિની બસ મુકવામાં આવી છે જેનું 20 રૂપિયા જેટલું ભાડું રાખવામાં આવ્યું છે. ઉપરાંત મેળાને લઈ રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામ જોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા અને ભાવનગર સહિતના શહેરોમાંથી જૂનાગઢ માટે 300થી પણ વધારે બસો દોડશે. 

મેળા દરમિયાન ભક્તોનો ભારે ધસારો રહેતો હોવાથી પાકીટમાર અને ચોર લોકો તેનો ખૂબ ફાયદો ઉઠાવતા હોય છે જેથી આ વર્ષે આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસની બાજનજર રહેશે. મેળામાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ, જીઆરડી જવાન વગેરે મળીને અંદાજે 2800 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.