Get The App

જૂનાગઢ GIDCમાં આવેલા લધુ ઉદ્યોગો મંદીના મારથી હવે મરણ પથારીએ

- નોટબંધી, જી.એસ.ટી, સરકારની વિચીત્રનિતિઓના કારણે

- 500 જેટલા લઘુ ઉદ્યોગો માંથી અડધા થઈ ગયા બાકી જે ચાલે છે. તે પણ મૃતઃપાપ હાલતમાં નબળી નેતાગીરીના કારણે નવા ઉદ્યોગ ઉપર રોક લાગી જતાં આર્થિક હાલત ડામાડોળ

Updated: Oct 17th, 2019

GS TEAM

Google News
Google News
જૂનાગઢ GIDCમાં આવેલા લધુ ઉદ્યોગો મંદીના મારથી હવે મરણ પથારીએ 1 - image


જૂનાગઢ, તા.17 ઓક્ટોમ્બર 2019, ગુરૂવાર

હાલ દિવાળી નજીક આવી રહી છે. છતાં ઉદ્યોગ ધંધામાં મંદીનો માહોલ છે. નોટ બંધી,  જી.એસ.ટી. તેમજ સરકારની વિચીત્ર નીતિઓનાં કારણે જૂનાગઢ જી.આઈ.ડી.સી.માં આવેલા લઘુઉદ્યોગો મંદીના મારનો સામનો કરી હાલ મરણ પથારીએ છે. ૫૦૦ જેટલા લઘુઉદ્યોગો હતા. તેમાંથી હાલ અડધા બંધ થઈ ગયા છે. જે ચાલે છે. તે પણ મૃતઃ પાપ હાલતમાં છે. આમ નબળી નેતાગીરી, સરકારની નીતિઓના કારણે નવા ઉદ્યોગ આવવા તો ઠીક પરંતુ જે હતા તે પણ બંધ થતા ઉદ્યોગકારો અને તેની સાથે જોડાયેલા શ્રમિકોની કફોડી હાલત થઈ છે. 

જૂનાગઢના દોલતપરા નજીક ૪૨૦ વિઘા જમીનમાં જી.આઈ.ડી.સી.-૨ આવેલી છે. પાંચ લાખ ચો.મી જમીન છે. જેમાંથી  એક લાખ ચો.મી જમીન હાઉસીંગ માટે રિઝર્વ રાખી હતી. પરંતુ તેમાં કંઈ થયું નથી. જી.આઈ.ડી.સી-૨ વિસ્તામાં પ્લાસ્ટીક રિપ્રોસેસ, બેરીંગ શીંગદાણા સહિતના આશરે ૫૦૦ લઘુ ઉદ્યોગ આવેલા હતા. પરંતુ નોટબંધી, જી.એસ.ટી. તેમજ સરકારની વિચીત્ર નિતિઓના કારણે હાલ આ લઘુ ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યા છે. અને મરણ પથારીએ પડયા છે. ૫૦૦ લઘુ ઉદ્યોગ હતા. તેમાંથી હાલ અડધા બંધ થઈ ગયા છે. જે ચાલે છે. તે પણ મૃતઃ પાપ હાલતમાં છે. અને પોતાનું અસ્તિત્વ ટકાવવા ઝઝુમી રહ્યા છે.

આ અંગે જી.આઈ.ડી.સી.-૨ના પ્રમુખ લાલજી ભાઈ માવાણીએ જણાવ્યું હતું કે હાલ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા લઘુ ઉદ્યોગ છે. તેમાંથી મોટા ભાગના પ્લાસ્ટીક રિપ્રોસેસના છે. સરકારની નિતિઓના લીધે હાલ આ લઘુ ઉદ્યોગો રગડ ધગડ ચાલે છે. અને તેના ખર્ચા કાઢે છે. હવે સરકારે સિંગલ પુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુક્યા નિર્ણય કર્યો છે. ત્યારે આ લઘુ ઉદ્યોગોનો ભવિષ્ય પર પણ સવાલ ઉભા થયા છે. એક તો મંદી અને સરકારની નિતી ઓથી જૂનાગઢ જી.આઈ.ડી.સી.ના લઘુ ઉદ્યોગો કપરી સ્થિતીમાંતી પસાર થઈ  રહ્યા છે. અને તેમાં કામ કરતા શ્રમિકોની રોજી રોટીનો પ્રશ્ન પણ ઉભો થશે.

જ્યારે જી.આઈ.ડી.સી.-૨માં લઘુ ઉદ્યોગ ધરાવતા રમેશભાઈએ જણાવ્યું હતું કે હાઉસીંગ માટે એક લાખ ચો.મી. જમીન રિઝર્વે છે. તે અંગે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ. અને તેનો ઉદ્યોગ માટે ઉપયોગ કરવા નિર્ણય કરાયા હતા. સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. પરંતુ કોઈ પ્રક્રિયા થઈ નથી. હાલ નોટબંધી જી.એસ.ટી. ફોર્મ વોટર પોલીસી અને મંદીના મારના કારણે લઘુ ઉદ્યોગકારોની કફોડી હાલત થઈ છે. મોટાભાગના લઘુ ઉદ્યોગ બંધ થઈ ગયા છે. તો અમુક સ્થળાંતર થઈ ગયા છે.

જૂનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગ નથી. લઘુ ઉદ્યોગ જે હતા. તેમાં શ્રમિકોને રોજગારી મળતી હતી. પરંતુ મંદીની અસરના લીધે બંધ થતા અનેક શ્રમિકો બે રોજગાર બન્યા છે. હાલ જે લઘુ ઉદ્યોગ ચાલે છે. તેમાં ખર્ચ માંડ નીકળે છે.  જ્યારે લઘુ ઉદ્યોગ ધરાવતા વિજય ભાઈ વ્યાસે જણાવ્યું હતું કે દિવાળી પૂર્વે માલની ભારે માંગ હોય છે. પરંતુ હાલ મંદીની અસરથી માલની માંગ નથી.

આમ જૂનાગઢમાં આવેલા લઘુ ઉદ્યોગો મંદીની અસરથી મરણ પથારીએ પડયા છે. ત્યારે રોજગારી આપતા આવા ઉદ્યોગો પણ બંધ થશે તો વધુ ગંભીર સ્થિતી સર્જાશે. આથી સરકાર આવા ઉદ્યોગોને બચાવવા નકકર પગલાભરે એ જરૂરી છે. 

જી.પી.સી.બી.એ જૂનાગઢને ક્રિટીકલ ઝોનમાં મુકી દીધુ

જૂનાગઢ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પ્રદુષણ ફેલાવે તેવા કોઈ મોટા ઉદ્યોગ નથી. છતાં જી.પી.સી.બી.એ. જૂનાગઢને ક્રિટીકલ ઝોનમાં મુદી દીધુ છે. જેથી નવા ઉદ્યોગને કેન્દ્રના પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી લેવી પડે . આ અંગે જી.આઈ.ડી.સી.-૨ના પ્રમુખ લાલજીભાઈએ જણાવ્યું હતું કે પ્રદુષણનું એટલુ પ્રમામ ન હોવા છતાં સૌરાષ્ટ્રમાં માત્ર જૂનાગઢને ક્રિટીકલ ઝોનમાં મુકવામાં આવ્યું છે. જેની સામે રજૂઆતો કરી છે. પરંતુ તે બાબતે કોઈ ધ્યાન અપાતુ નથી. લઘુ ઉદ્યોગ રોજગાર લક્ષી છે. તેના પર અન્ય નાના વેપાર ધંધા ચાલે છે. પરંતુ તંત્રની નિષ્ક્રિયતા તથા નબળી નેતાગીરી અને રાજકીય ઈચ્છા શક્તિના અભાવે આ બાબતો લઘુ ઉદ્યોગ પર પડયા પર પાટુ સમાન છે. 

કોમર્શિયલ વેરા વસુલાતી મનમા કોઈ પણ સુવિધા આપતી નથી

જૂનાગઢ મનપા જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી કોમર્શિયલ વેરા વસુલ કરે છે. ગાબે જ ચાર્જ લે છે. પરંતુ કચરો ઉપાડવા કોઈ આવતુ નથી. સફાઈ ચાર્જ વસુલે છે. સફાઈ થતી નથી. સ્ટ્રીટલાઈટનું ઈન્સ્ટોલેશન તથા રિપેરીંગ જી.આઈ.ડી.સી. દ્વારા કરવામાં આવ્યું છે. છતાં મનપા દિવાબતી વેરો વસુલ કરે છે. આ અંગે જી.આઈ.ડી.સી-૨ના પ્રમુખે જણાવ્યું હતું કે આ  પ્રશ્ન મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ રજુ કર્યા હતો. કલેકટર મનપાને સુચના પણ આપી હતી. પરંતુ મનપા દ્વારા કોઈ નિરાકરણ થયું નથી. સુવિધા ન આપતી હોવા છતાં મનપા મસ મોટા વેરા વસુલ કરે છે. જેની સામે ભારે રોષ ફેલાયો છે.

Tags :