Gujarat

મોટાભાગના સિંહોના મોત બબસિયા રોગથી થયાનો દાવો શંકાસ્પદ

By GS Team
31 Jul 20202 mins read
This article was originally published on 31 Jul 2020
મોટાભાગના સિંહોના મોત બબસિયા રોગથી થયાનો દાવો શંકાસ્પદ

વિસાવદર, તા. 31 જુલાઈ, 2020, શુક્રવાર

 સિંહોના મોતનો મામલો સામે આવે એટલે તુરંત જ વનવિભાગ બબસિયા રોગ હોવાનું રટણ શરૂ કરી દે છે પરંતુ આ બબસિયા રોગ સામાન્ય અને ૧૩૨ વર્ષ જૂનો છે અને તેની દવા પણ ઘણા વર્ષો પહેલા શોધાઈ ગઈ છે અને સૌથી મોટી શંકાસ્પદ બાબત તો એ છે કે આજ સુધીમાં ક્યારેય એકી સાથે આટલી મોટી સંખ્યામાં બબસિયા રોગમાં સિંહોના મોત ન થયા અને ચાલુ વર્ષે જ બબસિયા  રોગમાં એકાએક શા માટે સિંહોના મોત થવા લાગ્યા તે સવાલ અને શંકાઓ જન્માવે છે.

વેટરનરી તબીબ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે બબસિયા રોગ સૌપ્રથમવાર ઈ.સ.૧૮૮૮ મા ગાય ના લોહી ના રક્તકણો માં જોવા મળ્યો હતો આ અંગે ની દવા પણ ચાલીસ-પચાસ વર્ષ થી પણ પહેલા શોધાઈ ગઈ છે વેટરનરી નિષ્ણાંત તબીબોના મતે આ રોગને એકદમ સામાન્ય માનવામાં આવે છે પરંતુ વન વિભાગના મતે આ રોગ ગંભીર હોય તેમ છેલ્લા પાંચ માસમાં ૮૫ જેટલા સિંહોના મોત થયા તેમાંથી ૪૨ સિંહોના મોત રોગની થયા હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ છે બીજી તરફ વનવિભાગ બબસિયા આ સિવાય કોઈ રોગ હોય તેઓ હજી સુધી સ્પષ્ટતા કરી નથી જેથી સામાન્ય ગણાતા રોગમાં ૪૨ જેટલા સિંહોના મોત થાય તે ખૂબ ગંભીર બાબત કહેવાય.

વનવિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે બબસિયા રોગ માં સૌપ્રથમવાર આટલી મોટી સંખ્યામાં સિંહોના મોત થયા છે પરંતુ જો કોઈ ગંભીર બીમારી આવી હોય તો ગિરના ઘરેણાં સમાન સિંહોની શું દશા થાય તે કલ્પના પણ ન થઈ શકે, બબસિયા રોગ ની વર્ષોથી દવાની પણ શોધ થઈ ગઈ છે છતાં પણ આટલી મોટી સંખ્યામાં સિંહો ના મોત થયા એ ખુબ ગંભીર બાબત છે 

 સિંહના મોત બાબતે વેટરનરી તબીબ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સિંહોમાં બબસિયા રોગ ની સમયસર સારવાર પણ એટલી જ જરૂરી છે કારણ કે બબસિયા ના કારણે સિંહો માં હિમોગ્લોબીન ની ઉણપ વર્તાય છે અને બબસિયા એ ઈતરડી માથી થતો રોગ છે અને જો બબસિયા નો ભોગ બનેલ સિંહ ને સમયસર સારવાર ન મળે તો તે અશક્ત બની જાય છે અને બાદમાં તેનું મોત થાય છે એટલે બબસિયા રોગ નો ભોગ બનેલ સિંહોને સમયસર સારવાર ન આપી અને રોગનો ભોગ બનેલા સિંહો વનવિભાગને નજરે ન ચડયાં જેથી તેના મોત થયા હોય તોપણ વનવિભાગની ઘોર બેદરકારી સામે આવી છે છતાં પણ આજ દિન સુધી એક પણ જવાબદાર અધિકારી કે કર્મચારી સામે કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી.