Gujarat

જૂનાગઢ જિલ્લામાં વધુ 17 જેટલા શખ્સોની મંજુરી વગર ઘુસણખોરી

By GS Team
9 May 20201 min read
This article was originally published on 9 May 2020
જૂનાગઢ જિલ્લામાં વધુ 17 જેટલા શખ્સોની મંજુરી વગર ઘુસણખોરી

જૂનાગઢ,તા. 09 મે 2020, શનિવાર

જૂનાગઢ જિલ્લામાં વધુ ૧૭ જેટલા લોકો મંજુરી વગર ઘુસી ગયા હતા. તેને પોલીસે પકડી તેના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત માસ્ક વગર આંટા મારતા તથા હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનાર ૬ સહિત કુલ ૧૮૩ લોકો સામે લોકડાઉન ભંગ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી ૪ ભંેંસાણમાં કોરોનાના બે પોઝીટીવ કેસ સામે આવ્યા છે. સ્થાનિક કોઈ વ્યક્તિને ચેપ હતો નહીં. આથી અન્ય જિલ્લામાંથી આવેલા અમુક લોકોમાંથી આ ચેપ આવ્યાનું અનુમાન છે. બહારના જિલ્લામાંથી મંજુરી વિના આવવા પર પ્રતિબંધ છે. તેમ છતાં રોજ ચોરી ચુપીથી લોકો જુનાગઢ જિલ્લામાં ઘુસી જાય છે.

વિસાવદર તાલુકાના સુરતથી પ્રેમપરામાં ત્રણ, જેતપુરથીવડાલ બે, સુરતથી બેંસાણ તાલુાકના સાંકરોળા ગામમાં છે, રાજકોટથી મેંદરડાના ઢાંઢાવાડા ગામમાં બે તેમજ સુરતથી જુનાગઢના મંગલધામમાં બે વ્યક્તિ મળી કુલ ૧૭ જેટલા લોકો મંજુરી વિના જુનાગઢ જિલ્લામાં ઘુસી ગયા હતા. જેની સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

આ ઉપરાંત છ વ્યક્તિએ ક્વોરન્ટાઈન નિયમનો ભંગ કરતા તેની સામે ગુનો દાખલ કરાયો હતો. તેમજ જૂનાગઢ જિલ્લામાં માસ્ક પહેર્યા વિના કારણ આંટા મારતા તેમજ જાહેરમાં એકત્ર થયેલા ૧૭૭ લોકો સામે પણ પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. લોકડાઉનને દોઢ માસ થયો છતાં હજુ અમુક લોકો સમજતા નથી. અને કારણ વિના આંટા મારે છે. અને પોલીસની ઝપટમાં આવી જાય છે.