Get The App

જૂનાગઢ જિલ્લામાં હવે એક માત્ર વંથલી તાલુકો જ કોરોના મુક્ત

- અત્યાર સુધીમાં નથી આવ્યો એક પણ કોરોના પોઝીટીવ કેસ

- હાલ જૂનાગઢ શહેરના નવ, મેંદરડાના પાંચ તથા કેશોદનો એક એકટીવ દર્દી સારવાર હેઠળ

Updated: Jun 20th, 2020

GS TEAM

Google News
Google News
જૂનાગઢ જિલ્લામાં હવે એક માત્ર વંથલી તાલુકો જ કોરોના મુક્ત 1 - image


જૂનાગઢ, તા. 20 જૂન, 2020, શનિવાર

જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં રોજ એક-બે કોરોનાના પોઝીટીવ કેસ આવી રહ્યાં છે અને જિલ્લામાં કોરોના કેસ ૫૦થી વધુ થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધીમાં વંથલી તાલુકામાંથી એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નથી. આવ્યો આથી જૂનાગઢ જિલ્લામાં હવે એકમાત્ર વંથલી તાલુકો જ કોરોના મુક્ત રહ્યો છે. હાલ જૂનાગઢ શહેરના નવ, મેંદરડાના પાંચ તથા કેશોદનો એક એક્ટીવ દર્દી સારવાર હેઠળ છે.

જૂનાગઢ જિલ્લામાં ગત તા.૫.૫.૨૦૨૦થી કોરોનાના કેસની શરૂઆત ભેંસાણમાંથી થઈ હતી. ત્યાર બાદ અમદાવાદ, મુંબઈ, સુરત,સહિતના સ્થળોએથી આવેલા લોકોના કારણે જિલ્લા ભરમાં કોરોનાનો પગપેસારો થઈ ગયો હતો. અને જૂનાગઢ શહેર તથા આઠ તાલુકામાં કોરોનાના કેસ નોંધાયા હતાં. પરંતુ અત્યાર સુદીમાં વંથલી તાલુકામાંથી હજુ એક પણ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. આથી જૂનાગઢ જિલ્લામાં હવે એકમાત્ર વંથલી તાલુકો જ કોરોનાથી મુક્ત રહ્યો છે.

વંથલી સિવાયના તમામ તાલુકા તેમજ જૂનાગઢ શહેરમાં કોરોનાના કેસ સામે આવ્યા હતાં હાલ જૂનાગઢ શહેરના નવ, મેંદરડાના પાંચ તથા કેશોદનો એક એક્ટીવ દર્દી હાલ સારવાર હેઠળ છે. જયારે ભેંસાણ વિસાવદર માણાવદર માંગરોળ, માળીયા હાટીના જૂનાગઢ ગ્રામ્યમાં જે કોરોનાના કેસ આવ્યા હતા તે ડિસ્ચાર્જ થઈ જતા આ તાલુકાઓ ફરી કોરોના મુક્ત બન્યા છે.

Tags :