Get The App

માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકશાન છતાં સહાયના નામે સરકારની મજાક

- સર્વે દરમિયાન ફસલ વિમા યોજનાની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન

- જૂનાગઢમાં જિલ્લા કિસાનક્રાંતિ ટ્રસ્ટ ખેડૂત સમાજ તથા કિસાન કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપી કરી 100 ટકા પાકવીમો ચુકવવા માંગ

Updated: Nov 26th, 2019

GS TEAM

Google News
Google News
માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકશાન છતાં સહાયના નામે સરકારની મજાક 1 - image


જૂનાગઢ,તા.26 નવેમ્બર 2019, મંગળવાર

જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું હતું. તાજેતરમાં સરકારે જે સહાય જાહેર કરી છે તે નુકસાનીના પ્રમાણમાં નહિવત છે. આ ઉપરાંત સર્વે થયો તેમાં પણ પી.એમ. ફસલ વીમા યોજનાની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન થયાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે આજે જિલ્લા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, ખેડૂત સમાજ તથા કિસાન કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં ચોમાસામાં ભારે વરસાદથયો હતો. ત્યારેબાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ઉભાતથા તૈયાર થઈ ગયેલા પાકને ભારે નુકસાન થયું હતું.જિલ્લામાં સરેરાશ ૧૫૭.૨૪ ટકા વરસાદ થયો છે. ત્યારે તાજેતરમાં સરકારે જે સહાય જાહેર કરી છે તે મુજબ હેકટર દીઠ ૧૩૫૦૦ ના બદલે ઘટાડી ૬૮૦૦ રૂપીયા કરી છે. આ સહાય ખેડૂતોને થયેલા નુકસાનના પ્રમાણમાં નહિવત છે. જેનાથી ખેડૂતોમાં અસંતોષ છે.

આ ઉપરાંત જે સર્વે થયો તેમાં પી.એમ. ફસલ વીમા યોજનાની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન થયું છે. તેમજ ખેડુતો પાસેથી કોરા ફોર્મમાં સહી લેવામાં આવી હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

સહાય જાહેરકરાઈ છે, પરંતુ જે ખેડૂતોએ પ્રિમીયમ ભરપાઈ કર્યું છે. તે ખેડૂતને તાકિદે ૧૦૦ ટકા વીમો ચુકવવામાં આવે એવી માંગ સાથે આજે જિલ્લા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, ખેડૂત સમાજ તથા કિસાન કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. અને આ બાબતે તાકિદે કાર્યવાહી નહી થાય તો આંદોલન કરવા ચિમકી આપી છે.

Tags :