1936 બાદ ચિલોત્રા પક્ષીની હાજરી દુર્લ થઈ ગઈ હતી સાસણસ્થિત મોનિટરિંગ યુનિટ ખાતેથી નિરીક્ષણ દરમિયાન ચિલોત્રા પક્ષી સામાન્ય વર્તણૂક કરતા જોવા મળ્યા
જૂનાગઢ, : ગીરમાં ચિલોત્રા પક્ષીઓની 1936 બાદ હાજરી દુર્લભ બની ગઈ હતી. આ પક્ષીઓને ગીરમાં પુનઃસ્થાપિત કરવા માટે વનવિભાગ દ્વારા રાખોડી ચિલોત્રા પક્ષીઓને પકડી ટેગ લગાડી તેને ગીર વિસ્તારમાં છુટા મુકવામાં આવ્યા છે. તેના મોનીટરીંગ દરમ્યાન આ પક્ષીઓ સામાન્ય વર્તુણક કરતા જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં દેશની કુલ પક્ષીઓની પ્રજાતિના 45 ટકા એટલે કે 609 પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે.વૈશ્વીક સ્તરે ચિલોત્રા પક્ષીઓની 62 પ્રજાતિ છે.તેમાંથી ભારતમાં દસ પ્રજાતિ અને ગુજરાતમાં માત્ર રાખોડી ચિલોત્રાની પ્રજાતિ જોવા મળતી હતી.નોંધ મુજબ આ પક્ષીઓ ગીરની અસામાન્ય પ્રજાતિ હતી.1936 સુધી રાખોડી ચિલોત્રાની હાજરીની નોંધ જોવા મળે છે.બાદમાં તેની હાજરી દુર્લભ બની ગઈ હતી. રાખોડી ચિલોત્રા જંગલ પરિસરતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવતા હોવાથી જાણીતા પક્ષીવિદ સ્વ. આર. એસ. ધર્મકુમારસિંહજીએ ગીરમાં રાખોડી ચિલોત્રાનું પુનઃસ્થાપન કરવા સૂચન કર્યું હતું.જેના અનુસંધાને ગીરમાં રાખોડી ચિલોત્રાની વસ્તી ફરી લાવવા માટે વનવિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ
ગુજરાતમાં જ્યાં આ પક્ષીઓનો વસવાટ હતો ત્યાંથી નવ પક્ષીને પકડી તેમાંથી બે પક્ષીને સૌરઉર્જા સંચાલિત સેટેલાઇટ ટેગ લગાડવામાં આવ્યા હતા. ગત તા. 24 ફેબ્રુ.ના 11 પક્ષીઓમાંથી બે નર પક્ષીને ટેગ લગાડી તેમજ પક્ષીવિદ સ્વ. લવકુમાર ખાચરની યાદગીરી રૂપે એક પક્ષીને એલ. કે. ટેગ લગાડવામાં આવ્યું હતું અને આ પક્ષીઓને ગીર જંગલમાં છુટા મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ પક્ષીઓને પગમાં રંગીન વીટી જેવી રિંગ દ્વારા પણ ચિહ્નિત કરવામાં આવ્યા છે. જેથી ઓળખવામાં મદદ મળે. આ પક્ષીઓની સાસણ ખાતે મોનીટરીંગ યુનિટ ખાતેથી નિરીક્ષણ દરમ્યાન આ પક્ષીઓ સામાન્ય વર્તુણક કરતા જોવા મળ્યા હતા.

