કળિયુગી બાપે ચોથી દીકરીનો જન્મ થતાં ત્રણ દીકરીઓને કુવામાં નાંખી જીવન લીલા સમેટી
જૂનાગઢ, તા. 18 ડિસેમ્બર 2019, બુધવાર
દીકરા-દીકરી વચ્ચે થતો ભેદભાવનો એક હૃદયદ્રાવક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ ચોથી દીકરીનો જન્મ થતાં ત્રણ દીકરીઓને કુવામાં ફેંકી પોતે પણ જીવની ટૂંકાવી નાખ્યું છે.
આ ગોઝારી ઘટના ભેસાણના ખંભાળિયામા ગામમાં આ ઘટના બની છે. જ્યાં સગા બાપે ચોથી દીકરીનો જન્મ થતા ત્રણ દીકરીને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી દીધી છે. દિકરીઓને કૂવામાં ફેંકી બાપે પણ આપઘાત કરી લીધો છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
આ કિસ્સો તમને એ પ્રશ્ન પૂછવા જરૂર મજબૂર કરશે કે? આ તે કેવી માનસિકતા? સમાજમાં એવા લોકો જીવે છે જેમને માટે દીકરાનો જન્મ ઉત્સવ છે અને દીકરીનો જન્મ માતમ. આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.