Get The App

કેશોદમાં પલળેલી-સડેલી મગફળી સાથે ખેડૂતો પ્રાંત કચેરીએ પહોંચ્યા

- કિસાન કોંગ્રેસની આગેવાનીમાં અનોખો વિરોધ

- સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવા તેમજ લીલા દુષ્કાળ અંગે સરકારમાં દરખાસ્ત કરવાની માંગ સાથે આપ્યું પ્રાંત અધિકારીને આવેદનપત્ર

Updated: Oct 25th, 2019

GS TEAM

Google News
Google News
કેશોદમાં પલળેલી-સડેલી મગફળી સાથે ખેડૂતો પ્રાંત કચેરીએ પહોંચ્યા 1 - image


જૂનાગઢ, તા. 25 ઓક્ટોબર 2019, શુક્રવાર 

તાજેતરમાં કેશોદ, માંગરોળ, માળીયા હાટીના, વંથલી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. આજે કિસાન કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતો પલળી ગયેલી અને સડેલી મગફળી સાથે કેશોદ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને સાત દિવસમાં સર્વે કરાવવો, વીમા કવચ લીધું નથી તેને પણ વળતર ચુકવવું તેમજ લીલા દુષ્કાળ અંગે સરકારમાં દરખાસ્ત કરવા સહિતની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીએ ૧૫૨ ટકા વરસાદ પડયો છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી કેશોદ, માંગરોળ, માળીયા હાટીના, વંથલી તથા વિસાવદર પંથકમાં મગફળી- કપાસના પાકને નુકસાન થયું છે. તૈયાર પાકનો નાશ થયો છે. તેમ છતાં કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. અગાઉ થયેલા વરસાદ બાદ ૨૦-૨૫ દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો ન હતો. ખેડૂતોએ પાક ઉપાડી લીધા બાદ આધાર માંગવા એ વ્યાજબી નથી. 

તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ૭૨ કલાકની ટૂંકી મુદતમાં અરજીઓ મંગાવી છે. અરજી ન હોય તેવા ખેડૂતોનો સર્વે ન કરવો. આ બાબત યોગ્ય નથી. આ તમામ મુદ્દે આજે ખેડૂતો સડી ગયેલી તથા પલળી ગયેલી મગફળી સાથે કેશોદ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને 'પ્રિમીયમભર્યા અનેકવાર, વીમો ન મળ્યો એકવાર', ખેડૂતોની આંખોમાં પાણી અને વીમા કંપનીઓને લ્હાણી, ખેડૂતો થયા પાયમાલ, વીમા કંપની માલામાલ, પાક વીમો એ અમારો હક્ક છે, ભીખ નહીં લખેલા બેનર સાથે સુત્રોચ્ચાર કર્યો હતો.

આ અંગે કિસાન કોંગ્રેસ ગુજરાતના ચેરમેન પાસભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવે. વીમા કવચમાં ન હોય તેને વળતર આપવામાં આવે, સાત દિવસમાં સર્વે કરી ૩૦ દિવસમાં વળતર આપવામાં તેમજ વરસાદ પડયો છે. તે ગામમાં અરજી વગર સર્વે કરાવવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Tags :