Get The App

નિષ્ણાંત શિક્ષકોનો અભાવ સહિતના પરિબળો ઓછા પરિણામ માટે જવાબદાર

- જૂનાગઢ જિલ્લાની સરકારી - ગ્રાન્ટેડ શાળાઓમાં

- હાયર સેકન્ડરી શાળાઓમાં આર્ટ્સ-કોમર્સના વિષય શિક્ષકોની ભરતી અધ્ધરતાલ

Updated: Jun 15th, 2020

GS TEAM

Google News
Google News
નિષ્ણાંત શિક્ષકોનો અભાવ સહિતના પરિબળો ઓછા પરિણામ માટે જવાબદાર 1 - image


પ્રવાસી શિક્ષકો દ્વારા રોળાવાતુ ગાડુ


જૂનાગઢ,  તા. ૧૫ જૂન, ૨૦૨૦, સોમવાર

જૂનાગઢ જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ રાજ્યનું સૌથી ઓછુ આવ્યું છે ત્યારે રાજ્યમાં સૌથી ઓછા પરિણામ માટે હાયર સેકન્ડરી શાળાઓમાં આર્ટ્સ-કોમર્સના વિષય નિષ્ણાંત શિક્ષકોનો અભાવ સહિતના પરિબળો જવાબદાર છે. હાલ પ્રવાસી શિક્ષકો દ્વારા ગાડુ દોડાવવામાં આવી રહ્યું છે. હાયર સેકન્ડરી શાળાઓમાં વિષય નિષ્ણાંત શિક્ષકોની ભરતી પ્રક્રિયા અધ્ધરતાલ છે અને શિક્ષણનું સ્તર દિવસે-દિવસે નીચે જઈ રહ્યું છે. 

ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. તેમાં રાજ્યમાં સૌથી ઓછુ ૫૮.૨૬ ટકા જૂનાગઢ જિલ્લાનું પરિણામ આવ્યું છે. અન્ય પછાત જિલ્લાઓ કરતા પણ જૂનાગઢ જિલ્લાનું ધો.૧૨ સા.પ્ર.નું પરિણામ ઓછું છે.

જાણકારોના મત મુજબ જૂનાગઢ જિલ્લામાં આવેલી હાયર સેકન્ડરી શાળાઓમાં વિષય નિષ્ણાત શિક્ષકોની જગ્યા ઘણા વર્ષોથી ખાલી છે. નિષ્ણાત શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થતો નથી. ભરતી પ્રક્રિયા અધ્ધરતાલ છે અને હાલ પ્રવાસી શિક્ષકોના આધારે ગાડુ રોળવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષે પરીક્ષામાં ગેરરીતિ બદલ ૧૨ પરીક્ષા કેન્દ્રો રદ થયા હતા. આ વર્ષે તે કેન્દ્રો પર પરીક્ષા ન હતી. ચોરી પર અમુક અંશે અંકુશ રહેતા તે પણ એક કારણ છે. જ્યારે ૨૦૧૬માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા થઈ હતી. ત્યારબાદ ૨૦૧૮માં શિક્ષકોની ભરતી માટે પ્રક્રિયા શરૂ થઈ હતી. પરંતુ ૨૦૨૦ જૂન આવી ગયો છતાં હજુ સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. આમ સરકારની ઢીલી નીતિના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઈ રહી છે અને તેના લીધે ઓછુ પરિણામ આવે છે.

Tags :