Get The App

આજે 13 રાજ્યનાં સ્પર્ધકો વચ્ચે ગિરનાર આરોહણ-અવરોહણની રોમાંચક સ્પર્ધા

Updated: Feb 4th, 2023

GS TEAM


Google News
Google News
આજે 13 રાજ્યનાં સ્પર્ધકો વચ્ચે ગિરનાર આરોહણ-અવરોહણની રોમાંચક સ્પર્ધા 1 - image


સ્પર્ધકોનાં મેડિકલ ફીટનેસ સહિતની તમામ કામગીરી પુર્ણ : ટીશર્ટમાં જ ચેસ્ટ નંબર સાથે ચીપ ફીટ કરી એક ખેલાડીનો ત્રણ જગ્યાએ ટાઈમિંગ નોંધાય તેવી સંપૂર્ણ કોમ્પ્યુટર રાઈઝ સીસ્ટમ ગોઠવી સ્પર્ધકો પર વોચ રખાશે 

 જૂનાગઢ, : ગિરનાર સર કરવા કાલે તા. 5 ફેબ્રૂઆરીને રવિવારે યોજાનારી 15મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જુનિયર અને સિનિયર ભાઈઓ-બહેનો મળી ચાર કેટેગરીમાં યોજાનારી સ્પર્ધામાં 309  સિનિયર ભાઈઓ અને 131 જુનિયર મળી કુલ 440 ભાઈઓ, 112 સિનિયર બહેનો અને 86 જુનિયર  મળી 198 બહેનો  સહિત 13 રાજ્યોના કુલ 638 સ્પર્ધકો વિવિધ રાજ્યોના સ્પર્ધકો ગિરનાર આંબવા દોટ મુકશે. 

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આધુનિક ચીપ ટાઈમિંગ સિસ્ટમનો ઉપયોગ કરાશે. સામાન્ય રીતે આધુનિક સિસ્ટમનો ઉપયોગ અગાઉ પોલીસ ભરતી, મેરેથોન દોડ તથા ઓલમ્પિક જેવી રમતોમાં કરાય છે. આ સમગ્ર ગિરનાર સ્પર્ધાનું દેખરેખ  કરશે, સ્પર્ધામાં ત્રણ કાર્પેટ પાથરવામાં આવશે. જેમાં પ્રથમ સ્ટાટગ પોઇન્ટ, 2200 પગથીયા અને 5,500 પગથિયે પાથરવામાં આવશે. તો ભાગ લેનાર સ્પર્ધકોના ટીશર્ટમાં જ ચેસ્ટ નંબર સાથે ચીપ ફીટ કરવામાં આવશે. જેના કારણે એક ખેલાડીનો ત્રણ જગ્યાએ ટાઈમિંગ નોંધાશે અને જેથી ખેલાડીઓ ટાઈમિંગ પરથી વિજેતા  નક્કી કરવામાં આવશે. સંપૂર્ણ સ્પર્ધા કોમ્પ્યુટર રાઈઝ તેમજ સ્પર્ધકો પર બાજ નજર રાખવા માટે 12 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. તમામ સ્પર્ધકોની ચકાસણી બાદ જ સ્પર્ધામાં ભાગ લેવા દેવાશે સ્પર્ધાના સંચાલન માટે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ટ્રેનરો, ટેકનિકલ મેનેજરો, જૂનાગઢ પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્સ્ટ્રક્ટર મળી કુલ દોઢસોથી વધુ શિક્ષકો  ટીમ પણ સ્પર્ધામાં ફરજ બજાવશે.

બે ચરણમાં યોજાનારી  ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં  પ્રથમ ચરણમાં ભાઈઓ તથા બીજા ચરણમાં બહેનો દોટ મુકશે. સ્પર્ધાનો શુભારંભ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તથા મેયર ગીતાબેન પરમાર સહિતના મહાનુભવોના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવાશે. ભાઈઓ માટે બે કલાકના સમયગાળામાં, બહેનો માટે દોઢ કલાકના સમયમાં પૂર્ણ કરી વિજેતા થનાર સ્પર્ધકોને સ્પર્ધા પૂર્ણ થયા બાદ તળેટી ખાતે આવેલ મંગલનાથજી આશ્રમ ખાતે પ્રમાણપત્ર આપવામાં આવે છે. સ્પર્ધામાં રીઝલ્ટ આપવામાં સરળતા રહે તે માટે ચારેય કેટેગરીના સ્પર્ધકો માટે અલગ-અલગ કલરના ડ્રેસકોડ આપવામાં આવ્યા છે.

Tags :