જૂનાગઢ : આજે જેઠ વદ અગિયારસ નિમિત્તે ગિરનારની પરંપરાગત દુધધારા પરિક્રમા યોજાઈ હતી.જેમાં આ પરિક્રમાનો છ દાયકા પહેલા પ્રારંભ કરનાર કરમણ ભગત,વિહિપ ના અગ્રણીઓ તેમજ અન્ય ભાવિકો આ પરિક્રમામાં જોડાયા હતા.અને વર્ષોથી ચાલી આવતી પરંપરા નીભાવી હતી.આજે સવારે છ વાગ્યે લંબે હનુમાનજી મંદિર ની સામે કરમણ ભગત ની જગ્યા છે ત્યાંથી મહાદેવજી ના મંદિરે દૂધ ચડાવી ને દૂધ ધારા ની પરિક્રમા શરૂઆત થઈ હતી.ત્યાર બાદ ગિરનારના ૩૦ પગથિયે સીડી પર મહાદેવજી ના મંદિરે પહોંચીને દૂધ ચડાવ્યું ત્યાંથી દૂધ ધારા પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો હતો. બાદમાં રસ્તા માં આવતા તમામ શિવજીના મંદિરે દૂધ ની ધારા કરતા કરતા પરિક્રમા આગળ વધી. આ પરિક્રમા માં કરમણ ભગત પણ જોડાયા.
પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે પણ માલધારીઓ, શ્રદ્ધાળુઓ તેમજ વિશ્વ હિન્દૂ પરિષદ ના કાર્યકર્તાઓએ દુધધારા પરિક્રમા કરી પરંપરા નિભાવી હતી.
છ દાયકા પહેલાં જ્યારે દુષ્કાળ હતો ત્યારે આ પરિક્રમાં કરવાનું કરમણ ભગતે વિચાર્યું ને એવી મન માં શ્રદ્ધા હતી કે આ દૂધ ધારા થી વરસાદ તેમજ મોસમ સારી થાય . જ્યારે અનુભવ પણ એવો જ રહ્યો છે કે છેલ્લા ૬૦ વર્ષો માં દુષ્કાળ નથી પડયો કે વરસાદ ઓછો નથી રહયો. ત્યારે ઘણા શ્રદ્ધાળુઓ ખૂબ જ ભાવ થી આ પરિક્રમાં કરે છે અને દત્ત ભગવાન તેમજ ગિરનારી મહારાજ ની કૃપા થી મોસમ ખૂબ જ સારી જાય છે.


