FOLLOW US

સિંહ સહિતના વન્યપ્રાણીઓને નિહાળી G-20 દેશના ડેલીગેટ્સ રોમાંચિત

Updated: May 20th, 2023


સાસણ નજીકના દેવળીયા પાર્કમાં વિદેશી પ્રતિનિધિઓએ ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવ અંગે પણ માહિતી મેળવી

જૂનાગઢ : દિવ ખાતે આવેલા G-20ના ડેલીગેટ્સ આજે સાસણ નજીકના દેવળીયા પાર્કની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સિંહ સહિતના વન્યપ્રાણીઓને નિહાળી રોમાંચીત થયા હતા. તેમજ ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવ અંગે પણ માહિતી મેળવી હતી.

દિવ ખાતે સાયન્સ-20 અંતર્ગત સાયન્ટિફિક ચેલેન્જર્સ એન્ડ ઓપોર્ચ્યુનીટી ટુવર્ડસ અચીવિંગ આ સસ્ટેનેબલ બ્લુ ઈકોનોમી બેઠકમાં ૩૫ દેશના ટેક્નોક્રેટ, વૈજ્ઞાાનિકો, એન્જીનીયર તેમજ ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ આવ્યા છે. આજે સવારે ૩૫ જેટલા ડેલીગેટસે સાસણ નજીકના દેવળીયા સફારી પાર્કની મુલાકાત લીધી હતી. દેશ વિદેશના ડેલીગેટ્સ સિંહ સહિતના વન્યપ્રાણીઓને નજીકથી જોઈને રોમાંચીત થયા હતા. આ ઉપરાંત વનવિભાગના ગાઈડ પાસેથી એશિયાટિક સિંહ તેમજ નેશનલ પાર્ક અને ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવ અંગે પણ માહિતી મેળવી હતી.

Gujarat
IPL-2023
Magazines