Gujarat

ભેસાણ કન્ટેનમેન્ટ ઝોન હેઠળ હોવાથી પાક ધિરાણની કામગીરી સ્થગિત

By GS Team
18 May 20201 min read
This article was originally published on 18 May 2020
ભેસાણ કન્ટેનમેન્ટ ઝોન હેઠળ હોવાથી પાક ધિરાણની કામગીરી સ્થગિત

ભેસાણ, તા. 18 મે 2020, સોમવાર

ભેસાણ શહેર અને તાલુકાના અન્ય 6 ગામ કન્ટેનમેન્ટ તથા બફર ઝોન હેઠળ હોવાથી પાકધિરાણ ભરવાની કામગીરી ખોરવાઈ છે. એની મુદ્દત 31 મેથી વધારી આપવા માટે તાલુકાના ખેડૂતોમાંથી માગણી ઊઠી છે.

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાક ધિરાણ ભરવાની મુદ્દત માટે તા.31 મે સુધી છૂટછાટ આપી હતી. પરંતુ ભેસાણમાં તા.૫ના રોજ કોરોનાના બે કેસ પોઝિટિવ આવેલા હોવાથી તંત્ર દ્વારા તા. 31 સુધી ભેસાણને કન્ટેનમેન્ટ ઝોન અને અન્ય 6 ગામ બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

જેથી પાક ધિરાણની કામગીરી સ્થગિત કરવી પડી છે. માટે પાક ધિરાણ ભરવા તેમ જ ઉપાડવા માટેની મુદ્દત વધારીને લંબાવવી એ અતિ આવશ્યક બની છે. સત્વરે ખેડૂતોના હિતને ધ્યાને લઈને મુદ્દત વધારવામાં આવે એવી માગણી સાથે તાલુકા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી તથા ઉપમુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.