સ્વીમીંગ પુલમાં ૨૦ થી ૨૫ લોકોને ન્હાવાની મંજૂરી આપનાર સામે ગુનો
- વંથલીની સીમમાં ઓઝત ડેમ નજીક ખેતરમાં આવેલા
- વિડીયો વાઈરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી
જૂનાગઢ, તા. ૧ જૂન, ૨૦૨૦, સોમવાર
વંથલીની સીમમાં ઓઝત ડેમ નજીક ખેતરમાં આવેલા સ્વીમીંગ પુલમાં ૨૦ થી ૨૫ લોકોને ન્હાવાની મંજુરી આપનાર માલિક સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
વંથલીની સીમમાં ઓઝત ડેમ પાસે આવેલા પ્રકાશભાઈ વલ્લભભાઈ ઢાંકના ખેતરમાં સ્વીમીંગ આવેલો છે. હાલ કોરોના રોગ ફેલાવાનો સંભવ છે. તેમ છતાં પ્રકાશભાઈ ટાંકે સ્વીમીંગપુલમાં ૨૦ થી ૨૫ લોકોને સ્વીમીંગ પુલમાં ન્હાવાની મંજુરી આપી હતી. આ લોકો સ્વીમીંગ પુલમાં ન્હાતા હોય તેવો વિડિયો વાઈરલ થયો હતો. જેના આધારે વંથલી પોલીસે સ્વીમીંગ પુલના માલિક પ્રકાશભાઈ ટાંક સામે જાહેરનામાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.