Get The App

જૂનાગઢ શહેરના છ સહિત જિલ્લાના નવેય લોકોના કોરોના રિપોર્ટ નેગેટીવ

- કુલ લેવાયેલા 206 સેમ્પલ લેવાયા હતા તેનો રિપોર્ટ આવ્યો નેગેટીવ

- જૂનાગઢ શહેરના બાળક સહિત ચારના સેમ્પલ લેવાયા, તેના રિપોર્ટ પેન્ડીંગ

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
જૂનાગઢ શહેરના છ સહિત જિલ્લાના નવેય લોકોના કોરોના રિપોર્ટ નેગેટીવ 1 - image


જૂનાગઢ, તા. 16 એપ્રિલ 2020, ગુરુવાર

જૂનાગઢ શહેરના છ સહિત જિલ્લાના નવ લોકોના ગઈકાલે સેમ્પલ લેવાયા હતાં. જે તમામના આજે નેગેટીવ રિપોર્ટ આવ્યા હતાં. જયારે આજે જૂનાગઢ શહેરના બાળક સહિત ચાર વ્યક્તિના સેમ્પલ લેવાયા હતાં. તેનો રિપોર્ટ પેન્ડીંગ છે. અત્યાર સુધીમાં કુલ ૨૦૬ સેમ્પલ લેવાયા હતાં. તે તમામનો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે.

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ જૂનાગઢના એક બાળક, બે યુવાન તથા ત્રણ વૃધ્ધ, એક માંગરોળની બાળકી તથા ધોરાજીના વૃધ્ધા તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારની એક યુવતી મળી કુલ નવ વ્યક્તિના સેમ્પલ લેવાયા હતાં. જેને લેબમાં મોકલાયા હતાં. આજે આ તમામના રિપોર્ટ નેગેટીવ આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

જયારે આજે જૂનાગઢ શહેરના એક બાળક સહિત ચારના સેમ્પલ લઈ લેબમાં મોકલાયા હતાં. જનો રિપોર્ટ આવતીકાલે આવશે. 

અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાંથી કુલ ૨૦૬ શંકાસ્પદ લક્ષણ ધરાવતા લોકોના સેમ્પલ લેવાયા હતાં. તે તમામનો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે. જયારે આજે લેવાયેલા ચાર સેમ્પલનો આવતીકાલે રિપોર્ટ આવશે.

Tags :