Gujarat
જૂનાગઢ જિલ્લામાં 189 થી વધુ વ્યક્તિ સામે જાહેરનામા ભંગની ફરિયાદ
By GS Team
12 Apr 20201 min read
This article was originally published on 12 Apr 2020

જૂનાગઢ, તા.12 એપ્રિલ, 2020, રવિવાર
જૂનાગઢ જિલ્લામાં લોકડાઉનને ત્રણ સપ્તાહ થઈ ગયા છતાં અમુક લોકો ગંભીરતા દાખવતા નથી. જૂનાગઢ શહેર તથા જિલ્લામાં વધુ ૧૮૯ થી વધુ વ્યક્તિઓ સામે જાહેરનામાં ભંગનો દાખલ કરવામાં આવ્યો હતો. ડબલ સવારી બાઈક પર તથા કારમાં નીકળેલ લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા હાલ જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન તથા જાહેરનામુ અમલમાં છે. છતાં અમુક લોકો ઘર બહાર નીકળી રસ્તા પર આંટો મારવા નીકળે છે.! અથવા ટોળામાં એકત્ર થઈ લાપરવાહી કરી રહ્યા છે. હવે તો બાઈક પર બે વ્યક્તિને જવા પર તથા ખાનગી કાર લઈ નીકળવા પર પ્રતિબંધ છે. તેમ છતાં ડબલ સવારીમાં અને ખાનગી કાર લઈ લોકો નીકળી રહ્યા છે. જૂનાગડ શહેર તથા જિલ્લામાં આવા કુલ ૧૮૯થી વધુ વ્યક્તિઓ સામે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો હતો.




