સ્વામિને હનીટ્રેપમાં ફસાવી અંગત પળોની કલીપ વાઈરલ કરવા ધમકાવી માંગ્યા 50 લાખ
- માંગરોળના મકતુપુર ઝાંપા વિસ્તારમાં આવેલા મંદિરમાં રહેતા
- ફેસબુક પર અમદાવાદની યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી સ્વામિને ફસાવ્યો હતો હનીટ્રેપમાં જૂથળના બે, અજાબના એક યુવાન તથા અમદાવાદની યુવતીની ધરપકડ
જૂનાગઢ,તા. 15 ડિસેમ્બર 2019, રવિવાર
માંગરોળના મકતુપુર ઝાંપા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રહેતા એક યુવાન સ્વામિને હનીટ્રેપમાં ફસાવી યુવતીએ તેની સાથે માણેલી અંગત પળોની વિડીયો કલીપ બનાવી લીધી હતી. બાદમાં સ્વામિને ફોન કરી તથા રૂબરૂ મળી ત્રણ શખ્સોએ આ કલીપ બતાવી તે વાઈરલ કરવા ધમકાવી ૫૦ લાખ રૂપીયા માંગ્યા હતાં. આ અંગે સ્વામિએ ફરિયાદ કરતા માંગરોળ પોલીસે જૂથળના બે, અજાબના એક યુવાન તથા અમદાવાદની યુવતીની ધરપકડ કરી વધુ પછપરછ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના મુકતુપુર ઝાંપા નજીક આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રહેતા સ્વામિ ગોપાલ ચરણ પ્રેમવતી નંદનદાસજી (ઉ.વ.૨૯) ફેસબુક એકાઉન્ટ ધરાવે છે.ચારેક માસ પહેલા ફેસબુક એકાઉન્ટ પર સોનલ વાઘેલા નામની યુવતીના એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે સ્વામીિએ એકસેપ્ટ કરી હતી. બાદમાં સોનલ વાઘેલા નામના એકાઉન્ટ પરથી મેસેજ આવતા હતાં. ત્યારબાદ ફોન પર પણ સ્વામિ અને આ કહેવાતી સોનલ વાઘેલા સાથે વાત થઈ હતી.
ગત નવે. માસના બીજા ત્રીજા સપ્તાહમાં સ્વામિ ગોપાલ ચરણ દાસ હરિદ્વાર કથા કરવા ગયા હતાં ત્યારે આ કહેવાતી સોનલ વાઘેલા નામની યુવતીનો ફોન આવ્યો હતો. અને તેમાં તેણીએ સ્વામિને રૂબરૂ મળવાનીા વાત કરી હતી. આથી તા.૨૩ નવે.નાં સ્વામિ ગોપાલ ચરણદાસ અને યુવતી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ચાર રસ્તા પર મળ્યા હતાં. ત્યારે વાત ચીત થઈ હતી. અને ૨૪ નવે.નાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી હતી. બની હોટલમાં મળવા કહ્યું હતું.
તે ત્યાં સ્વામિ અને યુવતી મળ્યા હતાં. અને બંનેએ સંમતિથી શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બંને છુટા પડયા હતાં. આ સમયે યુવતીએ સ્વામિ સાથેની અંગત પળોની વિડીયો કલીપ બનાવી લીધી હતી. અને તે પોતાના બે નિકુંજ પટેલ અને ચેતન નામના બે સાગરિતને આ કલીપ આપી દીધી હતી. ગતતા.૪ ડિસે.થી સ્વામિ ગોપાલ ચરણદાસને તેણે અમદાવાદમાં જે ધંધા કર્યા છે. તેની પોતાની પાસે વિડીયો કલીપ છે. તેમ કહી ધમકી આપી હતી.
બાદમાં ૩ અને ૮ ડિસે.નાં ફોન આવ્યો હતો. જેમાં આ મામલાની પતાવટ કરવી હોય તો અમે કહીએ ત્યાં આવી જજો તેમ કહ્યું હતું. બાદમાં આ શખ્સોએ માંગરોળનાં કામનાથ રોડ પર સ્વામિને બોલાવી અમદાવાદની હોટલ ખાતે સ્વામિ અને યુવતી વચ્ચેની અંગત પળોની વિડીયો કલીપ બતાવી હતી. અને આ મામલાની પતાવટ પેટે ૫૦ લાખ રૂપીયાની માંગણી કરી હતી. અને પૈસા ન આપે તો વિડીયો કલીપ વાઈરલ કરવા ધમકી આપી હતી.
ગઈકાલે સાંજે સ્વામિ ગોપાલ ચરણદાસે અમદાવાદની કહેવાતી સોનલવાઘેલા, અમદાવાદના કહેવાતા નિકુંજ પ ટેલ અને કેશોદન ાચેતન સામે ફરિયાદ કરતા માંગરોળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અને આ અંગે ઈન્ચાર્જ સી.પી.આઈ. એન.આર. રાઠોડ તપાસ હાથ ધરી હતી.
મોબાઈલ ફોન સહિતની વિગતોના આધારે માંગરોળ પોલીસે ગત રાત્રે જ સ્વામિ પાસેથી ૫૦ લાખ માંગી વિડીયો વાઈરલ કરવાની ધમકી આપવા મામલે જૂથળ ગામના ભાવેશ લાડાણી તથા વિક્રમસિંહ કાગડા તથા અજાબ ગામના જીતુ વડારીયાની ધરપકડ કરી હતી. તેની પાસેથી યુવતીની વિગત અંગે પૂછપરછ કરતા યુવતી અમદાવાદની અઝીમાબાનુ શેખ હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગત રાત્રે જ અમદાવાદ જઈ અઝીમાબાનુ શેખને માંગરોળ લાવી આજે બપોરે તેની પણ ધરપકડ કરી હતી.
માંગરોળના ઈન્ચાર્જ ડીવાય.એસ.પી. જે.બી. ગઢવીએ જણાવ્યું હતું કે, અઝીમાબાનુ શેખે ફેસબુક પર સોનલવાઘેલાના નામનું ડમી એકાઉન્ટ બનાવ્યું હતું. આ સમગ્ર ટોળકીનો મુખ્ય સુત્રધાર જૂથળનો ભાવેશ લાડાણી છે. જે અગાઉ મોરબીમાં સિરામીકનું કામ કરત હતો. તે પૈસાદાર અને સરળ લોકોને યુવતી મારફત ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હની ટ્રેપમાં ફસાવતો હતો.
જયારે વિક્રમસિંહ જૂથળનો હોવાથી બંને ઓલખાતા હતાં. જયારે જીતુ વડારીયા માળીયા હાટીના મામલતદાર કચેરીના ઈ.ધરા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર છે. ત્યાં ભાવેશ આવકનો ાખલો કઢાવવા ગયો હતો. ત્યારે તેને સ્વામિને ઓળખે છે કે, કેમ? તે પૂછી તેને પણ સ્વામિ પર વોચ રાખવા કહ્યું હતું. આથી જીતુ વડારીયાએ સ્વામિ મંદિર આંટા ફેરા કર્યા હતાં. આ ઘટના બાદ સ્વામિનો નંબર મેળવવા માટે સ્વામિનારાયણ મંદિરે પણ ગયા હતાં. જયાંથી સ્વામિનું કાર્ડ મેળવી તેને ફોન કરવાનું શરૂ કર્યું હતું.
ડીવાય.એસ.પી. જે.બી. ગઢવીએ જણાવ્યું હતું કે, આ શખ્સોએ અન્ય કોઈ લોકોને ફસાવ્યા છે કે કેમ? તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
સ્વામિને હનટ્રેપમાં ફસાી ૫૦ લાખની માંગણી કરનાર જૂથળના બે અજાબના એક તથા અમદાવાદની યુવતીની ધરપકડ થતા ચકચાર વ્યાપી છે. આમ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હનીટ્રેપનો શિકાર થતા ચકચાર વ્યાપી ગઈ હતી.