લાંચકાંડમાં ACBના પી.આઈ. ચાવડાનાં ઘરેથી મળ્યો રૂા.8.18 લાખનો દલ્લો
- જૂનાગઢમાં ટીંબાવડી સ્થિત રહેણાંક મકાનમાં તપાસ
- અમરેલી એ.સી.બી.ની ટીમ દ્વારા રોકડ - દાગીના વગેરે કબ્જે લઈને બેન્ક ખાતા, લોકર તથા મિલકતો બાબતે પણ તપાસ શરૂ
જૂનાગઢ, તા. 26 ડિસેમ્બર 2019, ગુરુવાર
જૂનાગઢ લાંચ રૂશ્વતના પી.આઈ. ડી.ડી. ચાવડા અમદાવાદ ખાતે એક નિૃવત્ત સચિવ પાસેથી રૂા ૧૮ લાખની લાંચ લેતા ઝડપાયા હતાં. જેના પગલે અમરેલીએ સી.બી.ના અધિકારી ઓએડી.ડી. ચાવડાના ઘરની તલાશી લેતાં રૂા ૮.૧૮ લાખની માલમત્તા ળી આવી છે.
જૂનાગઢ એ.સી.બી.ના પી.આઈ.ડી.ડી. ચાવડાએ રાજયના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના સભ્ય સચિવ અને સંયુક્ત પશુપાલન નિયામક તરીકે પરજ બજાવી વર્ષ ૨૦૧૮માં નિવૃત્ત થયેલા સચિવ પાસેથી રૂા ૨૦ લાખનાં લાંચ માંગી હતી. ્ને રૂા ૧૮ લાખ આપવાનું નક્કી થયું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, માળીયા હાટીનાના પાતળા ગામની ગૌચર સુધારણા કામગીરીની તપાસમાં હું જેવું નિવેદન લઈશ, એવુ જ બીજી તપાસમાં પણ થશે.
આ ઉપરાંત અન્ય ત્રણ તપાસ પોરબંદર ખાતે ભવિષ્યમાં ચાલુ થશે. અને હું તમારી અટક કરીશ તો તેઓ પણ કરશે જો હું તમને સાક્ષીમાં લઈશ તો તેઓ પણ સાક્ષીમાં લેશે. તેથી આ કેસમાં નામ ન ખોલવા અને મદદરૂપ થવા તમારે સમજવું પડશે.
આ રીતે નિવૃત્ત સચિવને ફસાવી દેવાનો ડર બતાવી નાણાં પડાવવાનો કિમીયો કર્યો હતો, પણ તેમાં પી.આઈ. ચાવડા પોતે જ ફસાઈ ગયા છે. અને અમદાવાદમાં રૂા ૧૮ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં તેમના વિભાગને જ સફળતા મળી છે.
હવે પી.આઈ. ચાવડા ઝડપાતા, લાંચ રૂશ્વત વિભાગના ઉચ્ચ સતાવાળાઓના આદેશને પગલે અમરેલી એ.સી.બી.ના પી.આઈ. શ્રી દવે તથા સ્ટાફે જૂનાગઢનાં ટીંબાવાડીમાં પી.આઈ. ચાવડાના ઘરની જડતી લઈ, રોકડ, સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂા ૮,૧૮,૪૦૦નો મુદામાલ શોધી કાઢેલ હતો.
એ.સી.બી. સુત્રોના જણાવ્યા પ્રમાણે પી.આઈ. ચાવડાના બેંકખાતા, લોકર તથા સ્થાવર અને જંગમ મિલ્કતની પણ તપાસ હાથ ધરી છે અને વધારે બેનામી મિલકત મળવાની આશા સેવી રહ્યાં છે.