Get The App

જૂનાગઢ બેઠક પર ભાજપને 1.06 લાખ વધુ અને કોંગ્રેસને 1.58 લાખ ઓછા મત મળ્યા

- 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં

- સાતેય વિધાનસભા વિસ્તારમાંથી વિધાનસભા ને લોકસભા ચૂંટણીમાં થયું 2.65 લાખ જેટલા મતનું ધુ્રવીકરણ

Updated: May 24th, 2019

GS TEAM

Google News
Google News
જૂનાગઢ બેઠક પર ભાજપને 1.06 લાખ વધુ અને કોંગ્રેસને 1.58 લાખ ઓછા મત મળ્યા 1 - image



જૂનાગઢ,તા. 24 મે 2019, શુક્રવાર

જૂનાગઢ લોકસભા - બેઠક પર ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીની સરખામણીએ ભાજપને ૧.૦૬ લાખ મત વધુ મળ્યા છે. જયારે કોંગ્રેસને ૧.૫૮ લાખ મત ઓછા, મળ્યા છે. આમ ૨૦૧૭ ની વિધાનસભા અને ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પર ૨.૬૫ લાખ જેટલા મતનું ધુ્રવી કરણ થયું છે. ૨૦૧૭ની ચૂંટણીમાં તમામ સાતેય વિધાનસભામાં કોંગ્રેસને સરસાઈ મળી હતી. જયારે લોકસભામાં માત્ર કોડીનારમાંથી જ કોંગ્રેસને ૧૬૩૦ મતની સરસાઈ મળી છે.

જૂનાગઢ જિલ્લામાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી થઈ હતી. તેના પરિણામ આવતા કોંગ્રેસનો તમામ સાતેય બેઠક પર વિજય થયો હતો. અને સાતેય વિધાનસભા વિસ્તારમાંથી કોંગ્રેસને કુલ ૧૧૪૭૪૨ મતની સરસાઈ મળી હતી. આ ચૂંટણી પરિણામોના આધારે જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસ મજબુત થયાનું જાણકારો માની રહ્યાં હતાં. 

અને તે પરિણામોની સરખામણી કરી જૂનાગઢ બેઠક પર ભાજપની સરખામણી કરી જૂનાગઢ બેઠક પર ભાજપની જીત કઠીન હોવાનો દાવો કરી રહ્યાં હતાં. કોંગ્રેસ પર ૨૦૧૭ ની ચૂંટણીના પોતાને સાતેય વિધાનસભા બેઠક પર મળેલી જીતના કારણે જૂનાગઢ લોકસભા બેઠક પર જીત થશે તેવું આગેવાનો માનતા હતાં. પરંતુ ગઈકાલે મતગણતરી થતા આ તમામ દાવાઓ ખોટા પડયા હતાં. અને મતદારોએ પોતાના અલગ જ મિજાજ બતાવ્યો હતો.

૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતા ૧,૧૪૭૪૨ મત વધુ મળ્યા હતાં. જયારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧.૦૬ લાખ વધુ મત મળ્યા હતાં. તથા કોગ્રેસને વિધાનસભા કરતા લોકસભામાં ૧.૫૮ લાખ મત ઓછા મળ્યા હતાં. આમ જૂનાગઢ જિલ્લામાં આવેલી સાત વિધાનસભા બેઠક પર ૨૦૧૭ અને ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં કુલ૨.૬૫ અને ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં કુલ ૨.૬૫ લાખ જેટલા મતનું ધુ્રવી કરણ થયું છે.

અને તેનો લાભ ભાજપને મળ્યો છે. અને કોંગ્રેસની તમામ ગણતરીને મતદારોએ ઉંધીા વાળી દીધી છે. આટલા મતની સરસાઈ મળશે તેવી તોભાજપને પણ આશા ન હતી. પરંતુ વડાપ્રધાન મોદીના નામે મતદારોએ ભાજપને મત આપ્યા હોવાનું ભાજપનાં આગેવાનો જણાવી રહ્યાં છે.

૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસને મળેલા મત અને લીડ

બેઠક

ભાજપ

કોંગ્રેસ

લીડ કોંગ્રેસ

જૂનાગઢ

૭૦૭૬૬

૭૬૮૫૦

૬૦૮૪

વિસાવદર

૫૮૭૮૧

૮૧૮૮૨

૨૩૧૦૧

માંગરોળ

૫૭૭૪૦

૭૧૬૯૪

૧૩૯૧૪

સોમનાથ

૭૪૪૬૪

૯૪૯૧૪

૨૦૪૫૦

તાલાલા

૫૪૧૬૭

૮૫૯૮૭

૩૧૭૩૦

કોડીનાર

૫૭૮૭૩

૭૨૪૦૮

૧૪૫૩૫

ઉના

૬૭૮૪૭

૭૨૭૭૫

૪૯૨૮

કુલ

૪૪૧૬૩૮

૫૫૬૩૮૦

૧૧૪૭૪૨


૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને મળેલા મત તથા લીડ

ભાજપ

કોંગ્રેસ

લીડ ભાજપ

૯૮૮૯૬

૫૪૪૬૯

૪૨૪૨૭

૬૪૧૭૧

૫૮૭૫૬

૫૪૧૫

૭૬૦૩૬

૫૪૪૯૭

૨૧૫૩૯

૧૦૧૯૮૧

૬૦૭૫૫

૪૧૨૨૬

૬૩૮૭૯

૫૨૫૦૯

૧૧૩૭૦

૫૮૩૪૮

૫૯૯૭૮

૧૬૩૦

૮૨૩૨૬

૫૩૯૪૩

૨૮૩૮૩

૫૪૭૯૫૨

૩૯૭૭૬૭

૧૫૦૩૬૦

Tags :