કોરોના મુક્ત જૂનાગઢ જિલ્લામાં હાઇવે પરની 17 હોટલો શરૂ કરવા મંજૂરી
લોકડાઉન વચ્ચે દોડતા માલવાહક વાહનોની સુવિધા માટે કલેકટર દ્વારા લેવાયેલો નિર્ણય
જૂનાગઢ, તા. 14 એપ્રિલ 2020 મંગળવાર
જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નહીં નોંધાતા રાહત રહી છે ત્યારે આજથી હાઇવે પરની 17 હોટલો શરૂ કરવા કલેકટર દ્વારા નિર્ણય લેવાયો છે.
જૂનાગઢ જિલ્લામાં હાલ લોકડાઉન વચ્ચે માલવાહક વાહનો અવર જવર કરે છે. તેના માટે જરૂરી સ્પેરપાર્ટ્સ, પંચર, ઓટો ગેરેજ તથા રહેવા જમવા માટે 17ઢાબા હોટલો શરૂ કરવા કલેકટર દ્વારા મંજૂરી અપાઇ છે. જો કે, તેમાં સેનિટેશન કરવા, ઓછામાં ઓછા વ્યક્તિથી ચલાવવા, માસ્ક-મોજા પહેરવા વગેરેનુ પાલન કરવા સૂચના આપી છે.