Gujarat

જૂનાગઢ જિલ્લામાં આવશ્યક વસ્તુનું ઉત્પાદન કરતા ૪૩૩ એકમોને મંજૂરી

By GS Team
19 Apr 20201 min read
This article was originally published on 19 Apr 2020
જૂનાગઢ જિલ્લામાં આવશ્યક વસ્તુનું ઉત્પાદન કરતા ૪૩૩ એકમોને મંજૂરી

જૂનાગઢ, 19 એપ્રિલ, 2020, રવિવાર

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ હજુ સુધી સામે આવ્યો નથી આથી વડાપ્રધાને જે ૨૦ એપ્રિલથી અમુક છુટછાટ આપવા જાહેરાત કરી હતી. તેના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન કરતા ૪૩૩ એકમોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અન્ય પ્રવૃતિઓનો સમય હાલ જે છે તે રહે એવી શક્યતા છે. આ અંગે તંત્રએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

શમાં કોરોનાના સંક્રમણને રોકવા હાલ લોકડાઉન છે. પરંતુ જે વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. ત્યાં ૨૦ એપ્રિલથી શરતો સાથે છુટથાટ આપવા વડાપ્રધાને જાહેરાત કરી હતી. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાંથી વિવિધ ચીજવસ્તુનું ઉત્પાદન કરતા એકમોની મંજૂરી માટે ૪૯૨ અરજી આવી હતી. જેમાંથી આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન કરતા ૪૩૩ એકમોને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે ૫૯ એકમો જીવન જરૃરી વસ્તુઓના ઉત્પાદનની વ્યાખ્યામાં ન આવતા તેની અરજી ના મંજૂર કરાઈ હતી. આ ઉપરાંત હાઈવે પર ૧૨ જેટલા પંચર, ગેરેજને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે કૃષિ સંલગ્ન ઉત્પાદન તેમજ કૃષિ ઓજાર, બિયારણ, કિટનાશકની દુકાનોને  અગાઉ મંજૂરી આપાયેલી છે. તેનો સમય સવારે ૮ થી ૧૨ છે.

જ્યારે અનાજ કરિયાણાની દુકાનોનો સમય હાલ જે છે. તે રહે તેવી શક્યતા છે. આ બાબતે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.