ભેસાણના 67 સહિત જૂનાગઢ જિલ્લાના 88 સેમ્પલનો રિપોર્ટ આવ્યો નેગેટીવ
- ક્વોરન્ટાઈન લોકોની સંખ્યા ૪૮૦૦ ને પાર
-હજુ ૬૯ સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી
ભેસાણમાંથી વધુ ૨૦, જૂનાગઢમાંથી ૧૧ સહિત ૩૯ વ્યક્તિના સેમ્પલ લઈ લેબમાં મોકલાયા
જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં બે પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ જે ૬૭ સેમ્પલ લેવાયા હતા. તેના તથા જિલ્લામાંથી લેવાયેલા અન્ય ૨૧ મળી કુલ ૮૮ વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે હજુ ૬૯ સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ છે. ભેસાણમાંથી વધુ ૨૦ તથા જૂનાગઢમાંથી ૧૧ સહિત ૩૯ વ્યક્તિના સેમ્પલ લઈ લેબમાં મોકલાયા હતા. હાલ જિલ્લામાં ક્વોરન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યા ૪૮૦૦ને પાર થઈ ગઈ છે.
જૂનાગઢ જિલ્લામાં ભેસાણના તબીબ તથા પ્યુનનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા સર્વે શરૂ કરાયો હતો અને શંકાસ્પદ લક્ષણ ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ભેસાણમાંથી જે સેમ્પલ લેવાયા હતા તેમાંથી ૬૭ વ્યક્તિના સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવી ગયો છે. જ્યારે હજુ ૨૨ રિપોર્ટ આવવાના બાકી છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરના ૧૪, વિસાવદર, માળીયા હાટીનાના એક-એક, મેંદરડા અને માણાવદરના બે - બે તથા કેશોદના એક મળી કુલ ૨૧નો પણ નેગેટીવ રિપોર્ટ આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ભેસાણના ૬૭ સહિત કુલ ૮૮ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે અને કુલ ૩૯ રિપોર્ટ પેન્ડીંગ છે.
આજે ભેસાણમાંથી ૨૨, જૂનાગઢ શહેરમાંથી ૧૨, ગ્રામ્યમાંતી એક, મેંદરડા અને માંગરોળમાંથી બે-બે મળી કુલ આજે ૩૯ સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતા. આજે જૂનાગઢ જિલ્લામાં ૨૨૪૩ મહિલા તથા ૨૫૬૮ પુરૂષ મળી કુલ ક્વોરન્ટાઈન હેઠળ રહેલા લોકોની સંખ્યા ૪૮૦૦ ને પાર થઈ ગઈ છે. આ લોકો બહારના જિલ્લા, રાજ્યમાંથી જૂનાગઢ જિલ્લામાં ૨૧૭૬ મહિલા અને ૨૫૪૯ પુરૂષ હોમ ક્વોરન્ટાઈનમાં છે. ૧૭ સરકારી સુવિધામાં અને ૬૯ ખાનગી સુવિધામાં ક્વોરન્ટાઈનમાં છે