Get The App

ધંધુસરની સીમમાંથી ઝડપાયો 1884 બોટલ વિદેશી દારૂ

- પંજાબ પાસીંગનો દારૂ ભરેલો ટ્રક ધંધુસર સુધી પહોંચી જતા ઉઠતા અનેક સવાલ

- પોલીસને જોઇ નાસવા જતા એક બુટલેગર કુવામાં ખાબક્યો, બે ટ્રક મળી 30.74 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો બીજો ફરાર

Updated: Jun 2nd, 2019

GS TEAM

Google News
Google News
ધંધુસરની સીમમાંથી ઝડપાયો 1884 બોટલ વિદેશી દારૂ 1 - image



જૂનાગઢ, તા.2 જૂન 2019, રવિવાર

વંથલી તાલુકાના ધંધુસરની સીમમાં પોલીસે દરોડો પાડી ૧૮૮૪ બોટલ દારૂ તથા બે ટ્રક મળી કુલ ૩૦.૭૪ લાખના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી લીધો હતો. જયારે પોલીસની બચવા એક બુટલેગર નાસવા જતા કુવામાં ખાબકતા તેને ઇજા થઇ હતી. સ્થળ પરથી પંજાબ પાસીંગનો ટ્રક મળ્યો હતો. આથી આ ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ધંધુસર સુધી પહોંચી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

આ અંગેની વધુ વિગત મુજબ ગતરાત્રીના જૂનાગઢ એલ.સી.બી.નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે ધંધુસર ગામ તરફથી દારૂ ભરેલો ટ્રક જૂનાગઢ તરફ આવવાનો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે ઉમટવાડા નજીક નાકાબંધી કરી  હતી. અને ટ્રક સાથે નીકળેલા ધંધુસરના ભરત પરબત મુળીસાયીયાને પકડી પૂછપરછ કરતા તેણે ધંધુસરના હમીર ઉર્ફે હમીરો ઉર્ફે ભુરા મેણંદ મુળીયાસીયાએ દારૂનો જથ્થો મંગાવ્યાની અને આંબલીયા રોડ પર આવેલા મંદિર પાછળના તળાવમાં દારૂનીં કટીંગ થતું હોવાનું જણાવતા એલ.સી.બી.ના સ્ટાફે ત્યાં દરોડો પાડતા ત્યાં દરોડો પાડતા એલ.સી.બી.ના સ્ટાફે ત્યાં દરોડો પાડતા ત્યાંથી પી.બી. ૦૩ કયુ. 

૯૩૦૨ નંબરના ટ્રક તથા અન્ય એક નંબર વગરનો ટ્રક તેમજ ૭.૫૩ લાખથી વધુની કિંમતનો ૧૮૮૪ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૂ તથા વાહનો મળી કુલ ૩૦.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને ભરત પરબત મુળીયાસીયાનો અટક કરી હતી. જયારે પોલીસથી બચવા રણજીત મોહન વાઘ નાસવા જતા કુવામાં ખાબક્યો હતો. તેને ઇજા થતા જૂનાગઢ સારવારમાં ખસેડાયો હતો. જયારે હમીર ઉર્ફે હમીરો મેણંદ મુળીયાસીયા નાસી ગયો હતો. આ અંગે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. 

પંજાબ પાસીંગના ટ્રકમા ંદારૂ મંગાવાયો હતો. આટલો મોટો દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી ધંધુસરની  સીમ સુધી કેવી રીતે પહોંચી ગયો, રસ્તામાં કેમ કોઇ ચેકિંગ ન થયું? એ અંગે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

Tags :