જામનગર નજીક ખોજા બેરાજાના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા ગોઝારો અકસ્માત
- પંચર સાંધવાનું કામ કરતા બાઈકચાલક પરપ્રાંતીય યુવાનનું પોલ સાથે ટકરાવાથી કરૂણ મૃત્યુ
જામનગર, તા. 28 જુલાઇ 2020, મંગળવાર
જામનગર નજીક રાજકોટ ધોરીમાર્ગ પર ખોજાબેરાજા ગામના પાટિયા પાસે બાઇક સ્લીપ થઈને ડિવાઈડરના પોલ સાથે ટકરાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક ના ચાલક પંચર સાંઘવાનું કામ કરતા પરપ્રાંતિય યુવાનનું હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ચંગા ગામના પાટિયા પાસે પંચર સાંધવાનું કામ કરતો મૂળ બિહારનો વતની મોહમ્મદ જાહિદ મોહમ્મદ નાઝિર શેખ નામનો 27 વર્ષનો યુવાન ગઇકાલે સાંજે પોતાનું મોટરસાયકલ લઈને ખોજાબેરાજા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન એકાએક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને ડિવાઈડર ની વચ્ચે ના લોખંડના પોલ સાથે ટકરાઈ ગયો હતો.
જે અકસ્માતમાં બાઈકચાલક ને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થવાથી તેનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પંચકોશી બી ડિવિઝન નો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.