જામનગર તાલુકાના સપડામા ખેડૂત યુવાનનુ વિજ આંચકાથી મૃત્યુ
જામનગર, તા.6 મે 2020, બુધવાર
જામનગર તાલુકાના સપડા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા એક ખેડૂત યુવાનને આજે સવારે પોતાની વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ આંચકાથી મૃત્યુ નિપજયું છે.
જામનગર નજીક સપડા ગામમાં રહેતો બ્રિજરાજસિંહ મનુભા જાડેજા નામનો વીસ વર્ષનો ખેડૂત યુવાન આજે સવારે પોતાની વાડીમાં પાણીની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જઈ રહ્યો હતો, જે દરમિયાન તેને સ્વીચમાંથી વીજઆંચકો લાગતા તેનું સ્થળ પર જ મૃત્યુ નિપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા મનુભા જાડેજાએ પોલીસને જાણ કરતા પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.