Get The App

જામનગરમાં સૌથી નાની વયના IPS ઓફિસરનું થયું પોસ્ટીંગ

- માતાએ પારકા કામ કરીને પુત્રને IPS અધિકારી બનાવ્યાં

Updated: Dec 13th, 2019

GS TEAM


Google News
Google News
જામનગરમાં સૌથી નાની વયના IPS ઓફિસરનું થયું પોસ્ટીંગ 1 - image

જામનગર, તા. 13 ડિસેમ્બર 2019, શુક્રવાર

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જુદા જુદા આઠ જેટલા પ્રોબેશનલ આઈ.પી.એસ.ને રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં પોસ્ટીંગ અપાયા છે તે પૈકીના એક પ્રોબેશન આઇ.પી.એસ. અધિકારીને જામનગરમાં પોસ્ટીંગ આપ્યું છે.

જે પ્રોબેશનલ આઇ.પી.એસ. અધિકારીનો સંઘર્ષ પણ રસપ્રદ છે. માતાએ હીરાના કારખાનામાં તેમજ હોટલમાં રસોઈ કામ કરીને તેમજ પિતાએ ઈલેક્ટ્રીશ્યનનું કામ કરી પુત્રને આઇ.પી.એસ બનાવ્યાં છે.

દેશમાં સૌથી નાની વયે આઈપીએસ અધિકારીનું પદ મેળવનાર સફીન હસનને કેરિયરનું સૌથી પહેલું પોસ્ટીંગ જામનગરમાં મળ્યું છે. અહીં તેઓ આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએસપી) તરીકેનું જવાબદારી સંભાળશે. 

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

22 વર્ષીય સફીન હસન આ પદ માટે જરૂરી તમામ પરીક્ષાઓમાં ઉતીર્ણ થયા છે. યુપીએસસી પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી દીધી હતી. તેઓએ ઓલ ઈન્ડિયામાં 520મો રેન્ક મેળવ્યો છે. 

જો ગુજરાત કેડરમાં સૌથી યુવાન આઈપીએસની વાત કરીએ તો પી.સી.પાન્ડે 21 વર્ષની ઉંમરે આઈપીએસ બન્યા હતા પરંતુ જો કે કોઈ ગુજરાતી યુવક ગુજરાત કેડરમાં સૌથી યંગ આઈપીએસ હોય તો તે સફીન હસન છે.

સફીન હસને બનાસકાંઠાના કાણોદર ગામના રહેવાસી છે. તેમણે પોતાના ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. જે પછી તેઓ બી ટેક કરવા માટે સુરત ગયા હતા અને તેમણે જીપીએસસી અને યુપીએસસી પરીક્ષા આપી હતી. જેમાં તેઓ ક્લાસ વન અધિકારી તરીકે ઉતીર્ણ થયા છે.

Tags :