Get The App

જામનગરના નવાગામ-ઘેડમાંથી કચરો નહીં ઊઠાવાતાં મહિલા કોંગી કોર્પોરેટર કરશે જનતા રેડ

Updated: Jul 7th, 2024

GS TEAM


Google News
Google News
જામનગરના નવાગામ-ઘેડમાંથી કચરો નહીં ઊઠાવાતાં મહિલા કોંગી કોર્પોરેટર કરશે જનતા રેડ 1 - image


Image Source: Freepik

જામનગરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં સૂકો-ભીનો કચરો ઉપાડવામાં આવતો નહીં હોવાની ફરિયાદ ઊઠવા પામી છે. આ પ્રશ્ને કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા તા. 10ના જનતા રેડ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

જામનગર શહેરના નવાગામ - ઘેડ માં ભીનો અને સૂકો કચરો ઉપાડવામાં આવતો નથી. પરિણામે ગંદકી ફેલાય છે, અને રોગચાળો વકરે છે. અનેક સ્થળે ગટરના મિશ્રિત પાણીનું વિતરણ થાય છે. એટલે આવતા દિવસ માં કોલેરા ના કેસ માં જબરો ઉછાળો આવી શકે છે. આ અંગે સ્થાનિક કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણિયા એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, અને તા. 10ના જનતા રેડ કરવાની પણ ચિમકી તંત્રને આપી છે.

Tags :