ભાણવડની એક મહિલા તેમજ જામનગર જિલ્લાના 5 દર્દી સહિત 6ને જીજી હોસ્પિટલમાંથી રજા અપાઈ
- 4 વર્ષના બાળક અને ભાણવડની 1 મહિલાને હોમ ક્વૉરેન્ટાઈન કરાયા: અન્ય દર્દીઓને આયુર્વેદ હોસ્પિટલમા રખાયા
- જી.જી.હોસ્પિટલમાંથી 11 કોરોના પોઝિટિવ દર્દીઓને અપાઈ રજા: અન્ય 22 દર્દીઓ સારવાર હેઠળ; વેન્ટિલેટર પર એક પણ નહીં
જામનગર, તા. 17 મે 2020, રવિવાર
જામનગર જિલ્લા માટે છેલ્લા 3 દિવસથી સતત સારા સમાચાર મળી રહ્યા છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં કોરોનાવાયરસના સંક્રમિત દર્દીઓની તબિયતમાં ધીમે- ધીમે સુધારો થતો જાય છે, સરકારી જી.જી હોસ્પિટલમા 2 દિવસ દરમિયાન 5 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જે પૈકી 4 દર્દીઓને હાલ આયુર્વેદિક હોસ્પિટલના ક્વૉરેન્ટાઇન સેન્ટરના રાખવામાં આવ્યા છે. જ્યારે સાજા થયેલા 1 દર્દી મુંબઈ રવાના થયા છે.
દરમિયાન આજે એક બાળક સહિત 6 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાં એક ભાણવડની મહિલા દર્દી તેમજ જામનગરના એક બાળકને હોમ ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય 4 દર્દીઓને આયુર્વેદ હોસ્પિટલમાં ક્વૉરેન્ટાઇન કરીને રાખવામાં આવ્યા છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાંથી સાજા થયેલા દર્દીઓનો આંકડો 11નો થયો છે. જયારે હજુ 22 દર્દીઓ સારવાર હેઠળ છે અને તમામની તબિયત સુધારા પર છે. હાલ એક પણ દર્દી જી જી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર નથી, જે જામનગર માટે ખૂબ જ સારા સમાચાર છે.