જામનગર મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 4 ને 85 સફાઈ કામદારોની મદદથી સાફ સુથરો બનાવાયો
જામનગર,તા.14 માર્ચ 2023,મંગળવાર
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા વન-ડે વન-વોર્ડ મિશન અંતર્ગત અલગ અલગ વોર્ડમાં સફાઈ કાર્ય હાથ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગઈકાલે જામનગરના વોર્ડ નંબર-4 માં 85 જેટલા સફાઈ કામદારોની મદદથી વોર્ડને સાફ સુથરો બનાવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન મુજબ નિયમિત સફાઈ ઝુંબેશનું પાલન કરવામાં આવે છે, જેમાં ગઈકાલે "વન ડે વન વોર્ડ" ના આયોજન મુજબ વોર્ડ નંબર-4 ના વિસ્તારો જેમાં આનંદ સોસાયટી, રાજપૂત સમાજ વાડી, વિનાયક પાર્ક, ડેન્ટલ હોસ્પિટલ રોડ, કબીર નગર પાર્ક, શક્તિ પાર્ક, ભીમવાશ શેરી-1 એ, મધુવન સોસાયટી, સરસ્વતી સોસાયટી, ગાયત્રી ચોક વિગેરે વિસ્તારમાં સફાઈ તેમજ ડી.ડિ.ટી. પાવડર ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી હતી. આ તમામ વિસ્તારમાં 85 સફાઈ કર્મચારીઓએ સાથે મળી સમગ્ર વોર્ડને સ્વચ્છ સુંદર બનાવ્યો હતો. આ કામગીરી દરમિયાન 1 જેસીબી અને 2 ટ્રેક્ટર દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.