Get The App

જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાંથી બે વેપારી ઇંગ્લિશ દારૂ અને બિયર સાથે ઝડપાયા

Updated: Mar 10th, 2024

GS TEAM

Google News
Google News
જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાંથી બે વેપારી ઇંગ્લિશ દારૂ અને બિયર સાથે ઝડપાયા 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 10 માર્ચ 2024 રવિવાર

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન બે વેપારીઓ ઇંગ્લિશ દારૂ અને બિયરની હેરાફેરી કરતાં પોલીસના હાથે પકડાયા છે.

જામનગરમાં માધવબાગ શેરી નંબર -૧ માં રહેતા વેપારી ચેતન મનસુખભાઈ વિસાવડીયા, તેમજ પ્રણામી સ્કૂલ પાસે રહેતો જીતેન્દ્ર અરવિંદભાઈ દામા કે જેઓ બંને શંકર ટેકરી વિસ્તારમાંથી બે નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને બે નંગ બિયરના ટીન લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન એલ.સી.બી. ટીમે બંનેને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો કબજે કરી લીધો છે.

Tags :